ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે ૨૦૨૧
બુધવાર
મુંબઈના રહેવાસીઓએ હવે પોતાના ઘરે ઓક્સિજન સીલીન્ડર અને કોન્સન્ટ્રેટર સાવચેતીના પગલાંરૂપે રાખવાનું શરૂ કરી દીધું છે. મહામારીના પ્રકોપથી ડરેલી હાઉસિંગ સોસાયટીઓએ હવે ખાનગી સપ્લાયર પાસેથી ઓક્સિજન લઈ પોતા પાસે રાખી રહ્યા છે, જેથી કટોકટીના સમયે દોડધામ ટાળી શકાય.
લોખંડવાલા અંધેરી સિટિઝન્સ એસોસીએશન જે ૫૦૦થી વધુ હાઉસિંગ સોસાયટી સાથે સંકળાયેલું છે. તેના સ્થાપક અને પ્રવક્તા ધવલ શાહે એક મીડિયા હોઉસ સાથે વાત કરતા જણાવ્યું કે ગયા વર્ષે જેમ પ્લસ ઓક્સિમીટર અને ટેમ્પરેચરગનની ડિમાંડ વધી હતી, તેમ આ વખતે ઓક્સિજન સીલીન્ડરની ડિમાંડ ખૂબ વધી છે. અંધેરી અને લોખંડવાલાની ૧૦૦થી વધુ સોસાયટી પાસે હવે પોતાના ઓક્સિજન સીલીન્ડર અને કોન્સન્ટ્રેટર છે.
પશ્ચિમ બંગાળમાં કોરોનાના પગલે આંશિક લોકડાઉનની જાહેરાત કરાઈ જાણો શું ખુલ્લું- બંધ રહેશે?
ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલાં જ્યારે મુંબઈમાં કોરોના બેકાબૂ બન્યો હતો, ત્યારે ઓક્સિજન બેડ્સ અને આઈસીયુ બેડ્સની ભારે અછત સર્જાય હતી. બીજી તરફ આજે સુપ્રીમ કોર્ટે પણ મુંબઈ મહાનગર પાલિકાના ઓક્સિજન સપ્લાય મોડલને વખાણ્યું હતું અને કેન્દ્ર સરકારને આ મોડલનો અમલ કરવાનું સૂચન કર્યું હતું.