ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
બહુ જલદી મુંબઈના સાર્વજનિક પાર્કિંગ પ્લોટ પર વાહનો પાર્ક કરવા મુંબઈગરા વધુ ફી ચૂકવવી પડવાની છે. પાર્કિંગ ફીમા વધારો આવતા વર્ષથી લાગુ પડે એવી શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકાની હાલની પાર્કિંગ પૉલિસીની મુદત ૨૦૨૨માં પૂરી થઈ રહી છે. તેથી પાર્કિંગ માટે નવી સુધારિત પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. નવી પોલિસી મુજબ સંબંધિત વિસ્તારના રેડિરેકનર દર અને જે-તે વિસ્તારમાં રહેલા વાહનોની ભીડને અનુસાર વાહનો પાર્ક કરવા માટે ફી વસુલવામાં આવશે.
પાલિકાએ ૨૦૧૫માં પાર્કિંગની પૉલિસી તૈયાર કરી હતી. તે વખતે સાર્વજનિક પાર્કિંગ પ્લોટને ચાર અલગ અલગ શ્રેણીમાં વિભાજન કરીને સૌથી વધુ બીઝી રહેલા સ્થળની પાર્કિંગ ફી વધુ રાખવામાં આવી હતી. આ પૉલિસીની મુદત માર્ચ ૨૦૨૨માં પૂરી થઈ રહી છે. તેથી હાલ આ પાર્કિંગ પૉલિસીમાં સુધારા કરવાનું કામ ચાલી રહ્યું છે.
નવેસરથી પૉલિસીમાં બનાવવા માટે દિલ્હી, ચંદીગઢ જેવા શહેરોની સાથે વિદેશના અમુક શહેરોના પાર્કિંગ પ્લોટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બહુ જલદી અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે એવું માનવામાં આવે છે.