ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
24 નવેમ્બર 2020
ચાલુ વર્ષે મુંબઇમાં ભરપૂર વરસાદ પડવાથી સાતે તળાવોમાં ભરપુર પાણી છે. પરંતુ, મે- જૂનમાં મુંબઈમાં પાણીની અછતને રોકવા એક નવો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે, જે દરિયાના ખારા પાણીને મીઠું બનાવશે. જે માટે મનોર ખાતે 200 એમએલડી ડિસેલિનેશન પ્રોજેક્ટનું બાંધકામ કરવામાં આવશે. આની સમીક્ષા કરી પ્રોજેક્ટની વધુ પ્રક્રિયા શરૂ કરવાના નિર્દેશ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપી દીધા છે.
ચોમાસાની સીઝનની શરૂઆતમાં મુંબઇમાં મે અને જૂનમાં 10 થી 15 ટકાનો પાણી કાપ કરવો પડ્યો હતો. આને રોકવા માટે, દરિયાઈ પાણી પર પ્રક્રિયા કરવામાં આવે તો મુંબઈના નાગરિકોની પાણીની સમસ્યા હાલ થઈ શકે છે. વિશ્વભરના ઘણા દેશોમાં આવો પ્રયોગ સફળતાપૂર્વક અમલમાં મૂકાયો છે, જ્યારે કેટલાક દેશોમાં આવા પ્રોજેક્ટ નિર્માણ હેઠળ છે. મુંબઈ જેવા મહાનગરમાં આ પ્રોજેક્ટ ચોક્કસપણે ફાયદાકારક બનશે. એમ પણ ઉદ્ધવ ઠાકરે એ જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટ મનોરી ખાતે 25 થી 30 એકરમાં સ્થાપવાનો પ્રસ્તાવ છે અને 200 એમએલડી ક્ષમતા ભવિષ્યની ક્ષમતાના વિસ્તરણ માટે અનુકૂળ છે. આ પ્રોજેક્ટને પૂર્ણ થવા માટે લગભગ અઢી થી ત્રણ વર્ષનો સમય લાગશે અને આશરે રૂ. 1,600 કરોડનો ખર્ચ થવાની ધારણા છે. એમ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્રને એક વિશાળ દરિયાકિનારો મળ્યો છે. તેથી, આ પ્રોજેક્ટ માટે જરૂરી પાણી ઉપલબ્ધ થશે. જો આ પ્રોજેક્ટ સોલાર એનર્જી પર ચાલુ કરવામાં આવશે, તો ઉત્પાદન ખર્ચમાં હાજી ઘટશે. મનોરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરળતાથી સુલભ થઈ શકે છે. મનોર ખાતે સરકારી જમીન પણ ઉપલબ્ધ છે અને રસ્તાઓ પણ સારા છે. આ સ્થળે કોઈ શહેરી વસાહત ન હોવાના કારણે આ પ્રોજેક્ટ કોઈપણ વિક્ષેપ વિના પૂર્ણ થશે અને મુંબઈના નાગરિકોને કોઈ પણ પ્રકારના કાપ વગર નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે. એવી આશા ઉદ્ધવ ઠાકરેને છે.