Site icon

આનંદો.. મુંબઈકરોની તરસ દરિયો છીપાવશે! મનોર ખાતે 200 એમએલડીનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે.. વાંચો શું છે આ આખી પ્રક્રિયા..

Goa Beach: These 5 beaches of Goa are drowning in the sea... Know why this is happening?

Goa Beach: These 5 beaches of Goa are drowning in the sea... Know why this is happening?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
24 નવેમ્બર 2020 

ચાલુ વર્ષે મુંબઇમાં ભરપૂર વરસાદ પડવાથી સાતે તળાવોમાં ભરપુર પાણી છે. પરંતુ, મે- જૂનમાં મુંબઈમાં પાણીની અછતને રોકવા એક નવો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે, જે દરિયાના ખારા પાણીને મીઠું બનાવશે. જે માટે મનોર ખાતે 200 એમએલડી ડિસેલિનેશન પ્રોજેક્ટનું બાંધકામ કરવામાં આવશે.  આની સમીક્ષા કરી પ્રોજેક્ટની વધુ પ્રક્રિયા શરૂ કરવાના નિર્દેશ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપી દીધા છે. 

Join Our WhatsApp Community

ચોમાસાની સીઝનની શરૂઆતમાં મુંબઇમાં મે અને જૂનમાં 10 થી 15 ટકાનો પાણી કાપ કરવો પડ્યો હતો. આને રોકવા માટે, દરિયાઈ પાણી પર પ્રક્રિયા કરવામાં આવે તો મુંબઈના નાગરિકોની પાણીની સમસ્યા હાલ થઈ શકે છે. વિશ્વભરના ઘણા દેશોમાં આવો પ્રયોગ સફળતાપૂર્વક અમલમાં મૂકાયો છે, જ્યારે કેટલાક દેશોમાં આવા પ્રોજેક્ટ નિર્માણ હેઠળ છે. મુંબઈ જેવા મહાનગરમાં આ પ્રોજેક્ટ ચોક્કસપણે ફાયદાકારક બનશે. એમ પણ ઉદ્ધવ ઠાકરે એ જણાવ્યું હતું. 

આ પ્રોજેક્ટ મનોરી ખાતે 25 થી 30 એકરમાં સ્થાપવાનો પ્રસ્તાવ છે અને 200 એમએલડી ક્ષમતા ભવિષ્યની ક્ષમતાના વિસ્તરણ માટે અનુકૂળ છે. આ પ્રોજેક્ટને પૂર્ણ થવા માટે લગભગ અઢી થી ત્રણ વર્ષનો સમય લાગશે અને આશરે રૂ. 1,600 કરોડનો ખર્ચ થવાની ધારણા છે. એમ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું. 

મહારાષ્ટ્રને એક વિશાળ દરિયાકિનારો મળ્યો છે. તેથી, આ પ્રોજેક્ટ માટે જરૂરી પાણી ઉપલબ્ધ થશે. જો આ પ્રોજેક્ટ સોલાર એનર્જી પર ચાલુ કરવામાં આવશે, તો ઉત્પાદન ખર્ચમાં હાજી ઘટશે. મનોરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરળતાથી સુલભ થઈ શકે છે. મનોર ખાતે સરકારી જમીન પણ ઉપલબ્ધ છે અને રસ્તાઓ પણ સારા છે. આ સ્થળે કોઈ શહેરી વસાહત ન હોવાના કારણે આ પ્રોજેક્ટ કોઈપણ વિક્ષેપ વિના પૂર્ણ થશે અને મુંબઈના નાગરિકોને કોઈ પણ પ્રકારના કાપ વગર નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે. એવી આશા ઉદ્ધવ ઠાકરેને છે.

Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Central Railway: મુંબઈનું સીએસએમટી પ્લેટફોર્મ ૧૮ પુનર્વિકાસના કામ માટે ૧ ઑક્ટોબરથી આટલા દિવસ માટે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી
Mumbai Rain: મુંબઈને કાળા વાદળોએ ઘેર્યું, વીજળીના કડાકા સાથે ઉપનગરોમાં વરસાદ શરૂ, જાણો આગામી દિવસો માટે હવામાન વિભાગે શું કરી આગાહી
Exit mobile version