News Continuous Bureau | Mumbai
Mumbai: બોરીવલી એડવોકેટ બાર એસોસિએશનએ અહેમદનગરમાં ( Ahmednagar ) વકીલ દંપતીની હત્યા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે વિરોધ પ્રદર્શન ( Protest ) કરતી વખતે ફરી એકવાર કોર્ટની કાર્યવાહીને વિક્ષેપિત કરી. તેમણે કોર્ટ પરિસરમાં મૃતકોના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને એડવોકેટ્સ પ્રોટેક્શન બિલનો ( Advocates Protection Bill ) તાત્કાલિક અમલ કરવા હાકલ કરી હતી. સિટી સિવિલ એન્ડ સેશન્સ બાર એસોસિએશને ગુરુવારે કોર્ટની તમામ સુનાવણીથી દૂર રહેવાનો ઠરાવ પસાર કર્યો હતો. જ્યારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના એસોસિએશનના સભ્યોએ અહેમદનગર ખાતે એડવોકેટ દંપતીની ( Advocate couple) બેવડી હત્યાના વિરોધમાં લાલ રિબન પહેરીને કામ કરવાનુ કહેવામાં આવ્યુ હતું.
નોંધનીય છે કે વકીલ દંપતી – 52 વર્ષીય વકીલ અને તેની 42 વર્ષીય પત્નીને 27 જાન્યુઆરીના રોજ પાંચ માણસોના જૂથ દ્વારા હત્યા કરવામાં આવી હતી, કારણ કે આ દંપતીએ તેમના એક ક્લાયન્ટને 5 લાખ રૂપિયાની ખંડણી આપવાનો ઇનકાર કર્યો હતો.

Mumbai’s City Civil and Sessions Bar Association will stay away from court proceedings today over the murder of a lawyer couple in Ahmednagar, Protest started from Azad Maidan.
વકીલો( Lawyers ) આજ સવારથી 10 થી બપોરે 2:30 વાગ્યા સુધી આઝાદ મેદાનથી મંત્રાલય સુધી ચાલીને તેમનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ ઘટનાના વિરોધમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં બાર એસોસિએશને ( BABA ) આ ઘટનાને વખોડી કાઢી શુક્રવારે કોર્ટના કામકાજથી દૂર રહેવાનો ઠરાવ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Gyanvapi Case: વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજી તહેખાનામાં મુલાયમ સિંહ યાદવે કેમ બંધ કરાવી હતી પુજા? તેમ જ રામજન્મભુમિ સાથે તેમનું શું છે કનેક્શન..
આ ઉપરાંત, એસોસિએશને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે આઝાદ મેદાન ખાતે વિરોધ માર્ચ કાઢવાનો પણ નિર્ણય લીધો છે. તેથી વકીલો આજ સવારથી 10 થી બપોરે 2:30 વાગ્યા સુધી આઝાદ મેદાનથી મંત્રાલય સુધી ચાલીને તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે અને તેમના રક્ષણ માટે કાયદાની માંગ કરી રહ્યા છે. તેમ જ મુંબઈમાં, અન્ય કેટલાક જિલ્લા બાર એસોસિએશને પણ આ હત્યાની નિંદા કરી છે.
તો આ મામલે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સરકાર પાસે માંગણી પણ કરી હતી. બાર એસોશિયેસે એમ પણ કહ્યું કે દંપતીના બાળકોને માત્ર આર્થિક મદદ જ નહીં પરંતુ તેમની શૈક્ષણિક જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.