News Continuous Bureau | Mumbai
ઓબીસી આરક્ષણ(OBC reservation) વગર મહારાષ્ટ્રમાં(Maharashtra) મુંબઈ સહિત 13 મહાનગરપાલિકાઓની થશે એ હવે પાક્કુ થઈ ગયું છે ત્યારે ચૂંટણી પંચ મુંબઈ મહાનગરપાલિકાની (BMC)ની 237 બેઠકોની રિઝર્વેશનની લોટરીનો કાર્યક્રમ 31 મે, 2022ના યોજવાની જાહેરાત કરી છે.
BMCની ચૂંટણી (BMC Election) માટે અનામત બેઠકો માટે લોટરી 31 મે, 2022ના કરવામાં આવવાની છે, જેમાં અનુસૂચિત જાતિ (મહિલા), અનુસૂચિ જમાતી (મહિલા) અને જનરલ (મહિલા) માટે આરક્ષિત જગ્યા નક્કી કરવા લોટરી કાઢવામાં આવવાની છે.
લોટરી બાદ વોર્ડના આરક્ષણનો ડ્રાફ્ટ જાહેર કરીને તેમની સ્થાનિક અખબાર, વેબસાઈટ, જાહેર નોટિસ બોર્ડ વગેરેની પ્રસિદ્ધિ માટે 1 જૂન સુધીની મુદત રહેશે. વોર્ડનું આરક્ષણ નિશ્ચિત કરવા બાબતે સૂચના અને વાંધા દાખલ કરવા માટે પહેલી જૂનથી છ જૂન સુધીની મુદત રહેશે.
આ સમાચાર પણ વાંચો : મંકીપોક્સના ખતરાને જોતા મુંબઈ મહાનગરપાલિકા એલર્ટ, પાલિકાએ શહેરની આ હોસ્પિટલમાં 28 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો..
આરક્ષણ નિશ્ર્ચિત બાબતે પ્રાપ્ત થયેલી સૂચના અને વાંધા પર વિચાર કરીને વોર્ડની અંતિમ રિઝર્વેશનની યાદી 13 જૂન 2022ના કાઢવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યની નવી મુંબઈ, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, કોલ્હાપૂર,થાણે, ઉલ્હાસનગર, નાસિક, પુણે, પિંપરી-ચિંચવડ, સોલાપૂર, અમરાવતી, અકોલા અને નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણીના આરક્ષણ અને લોટરી 31 મેના રોજ થવાની છે.