ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈમાં ગયા અઠવાડિયામાં કોરોનાના દર્દીનો રોજનો આંકડો 20,000 પર પહોંચી ગયો હતો. જોકે બે દિવસમાં પોઝિટિવી રેટનો દર 30 ટકા પરથી ઘટીને 20 ટકા થઈ ગયો છે. તેથી ડરવાનું કારણ નથી પણ સાવધાની રાખવાની આવશ્યકતા હોવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈએગરાને કરી છે.
મુંબઈમાં 21 ડિસેમ્બરથી કોવિડની ત્રીજી લહેર ચાલુ થઈ છે. આ દરમિયાન કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા મુંબઈગરાની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા બે અઠવાડિયાથી દરરોજ કોરોનાના દર્દીની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો થયો છે. તેથી ફરી એક વખત સક્રિય દર્દીનો આંકડો એક લાખ પાસે પહોંચી ગયો છે.
તેથી રવિવારથી રાજ્ય સરકારે અનેક પ્રતિબંધો મૂકી દીધા છે. જોકે છેલ્લા બે દિવસમાં નવા દર્દીના આંકડામાં ધટાડો જોવા મળ્યો છે. દરરોજની દર્દીની સંખ્યા 20,700 પરથી 11,647 પર પહોંચી ગઈ છે. તેથી હોસ્પિટલમાં 80 ટકા બેડ ખાલી છે. મંગળવારે એક દિવસમાં 861 દર્દી દાખલ થયા હતા. તેથી 966 બેડસ ખાલી હોવાનું કમિશનરે કહ્યું હતું.
બેદરકારી દાખવવી ભારે પડશે, મુંબઈમાં હોમ ક્વોરન્ટાઈનના નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કરવામાં આવશે આ કાર્યવાહી. જાણો વિગત
ત્રીજી લહેરમાં અસરગ્રસ્ત દર્દીની સંખ્યા મોટી છે, છતાં મૃતકોનો આંકડો ઘટી ગયો છે. દરરોજ સરેરાશ બે દર્દીના મોત થઈ રહ્યા હોવાનું કમિશનરે કહ્યું હતું.
છેલ્લા ત્રણ દિવસમાં દર્દીની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. મુંબઈગરાએ માસ્ક પહેરો અને કોવિડના નિયમોનું પાલન ગંભીરતાથી કરશે તો આંકડો હજી નીચે આવશે એવો દાવો પણ કમિશનરે કર્યો હતો.