News Continuous Bureau | Mumbai
જુલાઈ મહિનામાં સતત વરસી રહેલો વરસાદ(Heavy rainfall) મુંબઈગરાઓ માટે રાહતરૂપ બની ગયો છે. 13 દિવસના વરસાદે મુંબઈની પાણીની સમસ્યાને(Water problem) દૂર કરી દીધી છે. મુંબઈને પાણી પૂરું પાડનારા સાત તળાવોમાંનું(seven lakes) એક મોડક સાગર બુધવારે બપોરે બપોરે છલકાઈ ગયું હતું.
બુધવાર સવારના સાતેય જળાશયોમાં(seven reservoirs) કુલ 56.07 ટકા જેટલો પાણીનો સ્ટોક(Water stock) હતો. આટલું પાણી મુંબઈને 210 દિવસ ચાલે એટલું છે. તેમાં હજી વધારો થઈને ગુરુવારે સવારે જળાશયોમાં પાણીનું સ્તર વધીને 65.51 ટકા થઈ ગયું છે. આ પાણી મુંબઈને 247 દિવસ ચાલે
મુંબઈને સાત જળાશયોમાંથી દરરોજ 3,850 મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો(water supply) થાય છે. તેમાંનું એક મોડક સાગર(Modak Sagar) બુધવારે બપોરના એક વાગીને ચાર મિનિટે છલકાઈ ગયું હતું. મોડક સાગર એ આ વર્ષે પહેલું તળાવ છે, જે જે મુશળધાર વરસાદને પગલે છલકાઈ ગયું છે. એમ તો અગાઉ પવઈ પણ છલકાઈ ગયું હતું, જોકે તેમાંથી પીવા માટે પાણી ઉપયોગમાં લેવામાં આવતું નથી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં આજે રહેશે આવો મોસમ તેમજ બપોરનો 12 વાગ્યાનો સમય જોખમી- જાણો ગત 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો. પૂરી જાણકારી અહીં
પાલિકાના(BMC) આંકડા મુજબ ગયા વર્ષે 22 જુલાઈના મધરાતે 3.24 વાગે મોડક સાગર છલકાયું હતું. 2020ની સાલમાં 18 ઑગસ્ટના રાતના 9.24 વાગે તો 2019માં 26 જુલાઈના રાતના છલકાયું હતું. 2018 અને 2017 આ બંને વર્ષે 15 જુલાઈના જળાશય છલકાયું હતું.
મુંબઈને પાણી પૂરું પાડનારાં સાત જળાશયોમાં ગુરુવારે સવારના છ વાગે 9,52,550 મિલિયન લિટર એટલે કે 65.51 ટકા જેટલો પાણીનો સ્ટોક જમા થયો હતો. મુંબઈને આ પાણી આગામી 247 દિવસ ચાલશે.
વરસાદની ગેરહાજરીને કારણે જળાશયોની સપાટીમાં ઘટાડા થતા 27 જૂનથી મુંબઈમાં 10 ટકા પાણીકાપ(Water cut) લાદવામાં આવ્યો હતો. પરંતુ ૩૦ જૂનથી મુંબઈ સહિત થાણેમાં(Thane) ચોમાસું સક્રિય થતા તળાવોના કેચમેન્ટ એરિયામાં(catchment area of lakes) પણ સારો વરસાદ પડ્યો છે. તેથી જળાશયોની સપાટીમાં વધારો થયો હતો અને પાણીકાપ પાછો ખેંચવામાં આવ્યો હતો.
નોંધનીય કે મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવાનો હોય તો પહેલી ઑક્ટોબરના સાતેય જળાશયોમાં 14,47,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે.
——–
| જળાશય | છલકાવાની સપાટી | ગુરુવાર સવારની સપાટી | બુધવારનો વરસાદ | 
| અપર વૈતરણા | 603.51 | 600.25 | 160.00 | 
| મોડક સાગર | 163.15 | 163.16 | 242.00 | 
| તાનસા | 128.63 | 127.62 | 221.00 | 
| મિડલ વૈતરણા | 285.00 | 272.87 | 170.00 | 
| ભાતસા | 142.07 | 130.30 | 197.00 | 
| વિહાર | 80.12 | 77.93 | 155.00 | 
| તુલસી | 130.17 | 138.66 | 159.00 | 
 
			         
			         
                                                        