News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સહિત મુંબઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. આ સતત પડી રહેલા વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન હવામાન ખાતે આગાહી કરી છે કે મુંબઈ શહેરમાં આજે પણ વરસાદ ચાલુ રહેશે. સાથે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો મુંબઈ મહાનગરપાલિકાએ પણ ચેતવણી જારી કરી છે કે મુંબઈ શહેર તેમજ નગરના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મુંબઈમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તેમજ બપોરે પોણા 11 વાગ્યાની આસપાસ સાડા ચાર મીટરથી વધુ ઊંચાઈ ની ભરતી હોવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પૂર્વ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ- જાણો આંકડા અહીં
બુધવાર સવારથી આઠ વાગ્યાથી ગુરુવાર સવારના 8 વાગ્યા સુધીના 24 કલાકમાં દક્ષિણ મુંબઈમાં 61.99 mm તો પૂર્વ ઉપનગરમાં 47.72 mm અને પશ્ચિમ ઉપનગરમાં 45.97 mm જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.જોકે શહેરમાં ભારે વરસાદ હોવા છતાં લોકલ ટ્રેનોને અને બેસ્ટની બસોની સેવા સુચારુ રૂપે ચાલી રહી હતી.