News Continuous Bureau | Mumbai
મુંબઈના વરલી નાકા (Worli Naka of Mumbai) ખાતે એક ગણેશ મંડપ(Ganesh Mandap) એવો છે જેમાં ગણેશજી રથમાં(Ganesha Rath) બેસીને વિરાજમાન થાય છે. ચાલુ વર્ષે આ રથને ખેંચવાનું કામ સ્થાનિક મુસલમાનોએ(Local Muslims) કર્યું હતું.
વાત એમ છે કે આ પરંપરા આશરે ૧૦૦ વર્ષ જૂની છે. અહીં ગણેશજી નું આગમન પાલખીમાં બેસીને થતું હતું પરંતુ હવે બદલાતા સમયની સાથે તેઓ રથમાં બેસીને મંડપ માં પહોંચે છે.

અહીં હિંદુ અને મુસલમાન(Hindu and Muslim) અને ગીચ વસ્તી આવેલી છે. ત્યારે મુસલમાન ભાઈઓ ગણેશોત્સવમાં(Ganeshotsav) ગણપતિ બાપાના(Ganapati Bappa) રથને ખેંચવા નું કામ કરે છે. આ સંદર્ભે સ્થાનિક મસ્જિદના અધ્યક્ષ(Chairman of the local mosque) આ કામગીરી સંભાળે છે.
આ સમાચાર પણ વાંચો : ગણેશ ઉત્સવ માટે મુંબઈના આ મંડળે કરાવ્યો વીમો- સ્વયંસેવકો સહિત ભક્તો માટે પણ લીધો ઈન્શ્યોરન્સ- આકંડો જાણીને આંખો થઇ જશે પહોળી
એક તરફ જ્યાં ગણેશોત્સવની ઉજવણી સમયે અનેક જગ્યાએ ધાર્મિક તાણ સર્જાઈ છે ત્યારે બીજી તરફ વરલીના મુસ્લિમ ભાઈઓએ એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
