193
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની રાજ્ય સરકારે(State Govt) એક બહુ મોટું પગલું લીધું છે. સરકારને કારણે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) ની રાતની ઊંઘ ઉડી ગઈ છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે કોરોના કાળ દરમિયાન એટલે કે ગત બે વર્ષ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) જેટલા રૂપિયાનો ખર્ચ કર્યો છે તે તમામ ખર્ચની તપાસ કરવામાં આવશે. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ સમયગાળા દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ આશરે 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ તમામ ખર્ચ માટે કોઈપણ પ્રકારના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નહતા. મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની(higher officials) મનમાની સંદર્ભે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા એવા શરદ પવાર ની તબિયત ખરાબ- હોસ્પિટલમાં દાખલ
You Might Be Interested In