News Continuous Bureau | Mumbai
મુંબઈના પોલીસ કમિશનર (Mumbai police commissioner) વિવેક ફણસલકરે નવો સર્ક્યુલર બહાર પાડીને મુંબઈના કોઈપણ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાંચ, પોલીસ વિભાગના અન્ય સંબંધિત ખાતામાં ગટરી અમાસની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારા સામે કાયદાકીય પગલા લેવામાં આવશે એવુ પણ કહેવામા આવ્યું છે.
અષાઢી અમાસને મહારાષ્ટ્ર(Maharashtra)માં મોટી સંખ્યામાં લોકો ગટરી અમાસ તરીકે ઉજવે છે અને તે દિવસે અનેક જગ્યાએ મરઘા અથવા બકરાની બલી આપવામાં આવતી હોય છે. ત્યારબાદ શ્રાવણ (Sawan month)મહિનો ચાલુ થતો હોવાથી નોનવેજ પણ એક મહિનો સુધી ખાતા નથી.
આ સમાચાર પણ વાંચો : શિવસેના બાદ હવે કોંગ્રેસમાં ભંગાણના ભણકારા- આ વરિષ્ઠ નેતાએ પક્ષ છોડવાની આપી ચીમકી- કહ્યું -મારી તાકાત દેખાડી દઈશ
મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ મુંબઈ(Mumbai)ના અનેક પોલીસ સ્ટેશનમાં પણ વર્ષોથી ગટરી અમાસને દિવસે છૂપી રીતે બલી આપવામાં આવતી હોવાનું કહેવાય છે. પોલીસ સ્ટેશન, જેલ, ક્રાઈમ બ્રાંચની ઓફિસ સહિત પોલીસ સ્ટેશનની આજુબાજુના પરિસરમાં અનેક વખતે અમુક ઘટનાઓ બની જતી હોય છે, અમુક વખતે કેદીઓ કસ્ટડીમાં અથવા પરિસરમાં મરી જતા હોય છે, તેથી વર્ષોથી અમાસને દિવસે ભૂત પ્રેત વગેરેને બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશન(Police station)માં અંદરખાને આવી બલી આપવામાં આવતી હોવાનું કહેવાય છે.
પોલી સ્ટેશનમાં જો આ રીતે બલી આપવામાં આવતી હોય કે અમાસની ઉજવણી કરવામાં આવે અને પોલીસ જો અંધશ્રદ્ધામાં માનશે તો સામાન્ય નાગરિકને કેવી રીતે તેઓ સમજાવશે. એ કારણથી તેમ જ અનેક પ્રાણી મિત્ર સંઘટનોએ તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. અમુક વખતે અન્ય લોકો દ્વારા પ્રાણીઓની બલિ આપીને તેને પ્રસાદ તરીકે પોલોસ સ્ટેશનમાં આપીને તેની ઉજવણી કરવામાં આવતી હોય છે.
તેથી હવે પોલીસ કમિશનર વિવેક ફણસલકરે નવો સર્ક્યુલર બહાર પાડીને મુંબઈના કોઈ પણ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાંચ, પોલીસ વિભાગના અન્ય સંબધિત ખાતામાં ગટરી અમાસની ઊજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.