News Continuous Bureau | Mumbai
બોરીવલી(વેસ્ટ)માં(Borivali) કોરા કેન્દ્ર પુલનું (Kora Kendra Bridge)કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ પુલને વાહનવ્યવહાર(Transportation) માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને(Chief Minister Uddhav Thackeray) હસ્તે ખુલ્લો મુકાવાનો છે ત્યારે આ પુલના ઉદ્ઘટાનમાં(bridge inauguration) વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) આમંત્રણ આપવાને લઈને ભાજપ-શિવસેના(BJP-Shiv Sena) સામ-સામે થઈ ગઈ છે.
બોરીવલી ઈસ્ટ અને વેસ્ટના જોડતા આ ફ્લાયઓવરના ઉદ્ઘાટનમાં(Flyover inauguration) વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેની ભાજપ પક્ષે ભારે નારાજગી જોવા મળી છે. ફડણવીસના આમંત્રણ આપવાની ભાજપની માગણીને ફગાવી દેવામાં આવી હોવાનું કહેવાય છે.
ફલાયઓવરના ઉદ્ઘાટનમાં દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવાને લઈને ભાજપ-શિવસેના વચ્ચે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સાંસદ ગોપાલ શેટ્ટી(MP Gopal Shetty) સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે અમને કોઈ વિવાદ કરવો નથી. આ પુલ શાંતિપૂર્વક નાગરિકો માટે ખુલ્લો મુકાય એટલી જ અમારી ઈચ્છા છે. ફલાયઓવરના ઉદ્ઘાટનમાં પ્રોટોકોલ(Protocol) મુજબ વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને પણ આમંત્રણ આપવામાં આવે એટલી જ અમારી માંગણી છે. ફલાયઓવરનું થોડું કામ હજી બાકી છે. બહુ જલદી પ્રશાસન તેને ખુલ્લો મુકે અન્યથા બોરીવલીવાસીઓ જાતે જ તેને ખુલ્લો મૂકી દેશે અમારું ફક્ત એટલું જ કહેવું છે.
આ સમાચાર પણ વાંચો : હાર્બર લાઈનના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર- 15 દિવસ ડાઉન લાઈનમાં આ સ્ટેશન પર ટ્રેન હોલ્ટ કરશે નહીં- જાણો વિગત
ફ્લાયઓવરના ઉદ્ઘાટન અને આમંત્રણને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે લાંબા સમયથી બંધાઈ રહેલો આ ફ્લાયઓવરનું કામ લગભગ પૂરું થયું છે. આ ફ્લાયઓવરને કારણે એસ.વી. રોડ(S.V. Road) પર થનારી ટ્રાફિકની સમસ્યાથી(traffic problem) છૂટકારો મળવાનો છે. બોરીવલી વેસ્ટમાં આર.એમ.ભટ્ટ માર્ગ(R. M. Bhatt Marg) અને એસ.વી. રોડ જંકશન અને કલ્પના ચાવલા ચોક(Kalpana Chawla Chowk) વચ્ચે બાંધવામાં આવ્યો છે. આ પુલને કારણે એસ.વી.રોજ, કલ્પના ચોક પરની ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળવાનો છે.
ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી આ ફ્લાયઓવરને દિવંગત સી.ડી.એસ પ્રમુખ બિપીન રાવતનું(CDS President Bipin Rawat) નામ આપવાની માગણી કરી છે. ગોપાલ શેટ્ટી તથા ભાજપના ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ શાહે(Praveen Shah) સંયુક્ત રીતે આ પુલને લગતો પ્રસ્તાવ પાલિકા સમક્ષ મુક્યો હતો. આ પુલનું કામ છેક 2018માં ચાલુ થયું હતું. તે હવે પૂરું થયું છે.