બોરીવલીના કોરો કેન્દ્ર પુલના ઉદ્ઘાટનને લઈને શિવસેના-ભાજપ સામ-સામે- ભાજપે કરી આ માંગણી

News Continuous Bureau | Mumbai

બોરીવલી(વેસ્ટ)માં(Borivali) કોરા કેન્દ્ર પુલનું (Kora Kendra Bridge)કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ પુલને વાહનવ્યવહાર(Transportation) માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને(Chief Minister Uddhav Thackeray) હસ્તે ખુલ્લો મુકાવાનો છે ત્યારે આ પુલના ઉદ્ઘટાનમાં(bridge inauguration) વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) આમંત્રણ આપવાને લઈને ભાજપ-શિવસેના(BJP-Shiv Sena) સામ-સામે થઈ ગઈ છે. 

બોરીવલી ઈસ્ટ અને વેસ્ટના જોડતા આ ફ્લાયઓવરના ઉદ્ઘાટનમાં(Flyover inauguration) વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેની ભાજપ પક્ષે ભારે નારાજગી જોવા મળી છે. ફડણવીસના આમંત્રણ આપવાની ભાજપની માગણીને ફગાવી દેવામાં આવી હોવાનું કહેવાય છે.

ફલાયઓવરના ઉદ્ઘાટનમાં દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવાને લઈને ભાજપ-શિવસેના વચ્ચે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સાંસદ ગોપાલ શેટ્ટી(MP Gopal Shetty) સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે અમને કોઈ વિવાદ કરવો નથી. આ પુલ શાંતિપૂર્વક નાગરિકો માટે ખુલ્લો મુકાય એટલી જ અમારી ઈચ્છા છે. ફલાયઓવરના ઉદ્ઘાટનમાં પ્રોટોકોલ(Protocol) મુજબ વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને પણ આમંત્રણ આપવામાં આવે એટલી જ અમારી માંગણી છે. ફલાયઓવરનું થોડું કામ હજી બાકી છે. બહુ જલદી પ્રશાસન તેને ખુલ્લો મુકે અન્યથા બોરીવલીવાસીઓ જાતે જ તેને ખુલ્લો મૂકી દેશે અમારું ફક્ત એટલું જ કહેવું છે.

આ સમાચાર પણ વાંચો : હાર્બર લાઈનના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર- 15 દિવસ ડાઉન લાઈનમાં આ સ્ટેશન પર ટ્રેન હોલ્ટ કરશે નહીં- જાણો વિગત

ફ્લાયઓવરના ઉદ્ઘાટન અને આમંત્રણને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે લાંબા સમયથી બંધાઈ રહેલો આ ફ્લાયઓવરનું કામ લગભગ  પૂરું થયું છે. આ ફ્લાયઓવરને કારણે એસ.વી. રોડ(S.V. Road) પર થનારી ટ્રાફિકની સમસ્યાથી(traffic problem) છૂટકારો મળવાનો છે. બોરીવલી વેસ્ટમાં આર.એમ.ભટ્ટ માર્ગ(R. M. Bhatt Marg) અને એસ.વી. રોડ જંકશન અને કલ્પના ચાવલા ચોક(Kalpana Chawla Chowk) વચ્ચે બાંધવામાં આવ્યો છે. આ પુલને કારણે એસ.વી.રોજ, કલ્પના ચોક પરની ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળવાનો છે. 

ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી આ ફ્લાયઓવરને દિવંગત સી.ડી.એસ પ્રમુખ બિપીન રાવતનું(CDS President Bipin Rawat) નામ આપવાની માગણી કરી છે. ગોપાલ શેટ્ટી તથા ભાજપના ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ શાહે(Praveen Shah) સંયુક્ત રીતે આ પુલને લગતો પ્રસ્તાવ પાલિકા સમક્ષ મુક્યો હતો. આ પુલનું કામ છેક 2018માં ચાલુ થયું હતું. તે હવે પૂરું થયું છે.
 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!