News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરમાં રખડતા શ્વાનો (stray dog)નો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. મહાનગરપાલિકા BMC)દ્વારા કૂતરાઓનું વંધ્યકરણ(Sterilization) કરવામાં આવે છે પરંતુ તે કારગર નીવડ્યું નથી તેવું જણાઈ રહ્યું છે. મુંબઈ શહેર(Mumbai city)માં કેટલાક શ્વાન છે તેની છેલ્લી ગણતરી વર્ષ 2014માં કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૯૫ હજાર જેટલા શ્વાનો મુંબઈમાં મોજુદ હતા. હવે વર્ષ 2023માં વધુ એક વખત શ્વાનોની ગણતરી(Calculation) કરવામાં આવશે. આ ગણતરી પહેલાં જ મુંબઈ શહેરમાં હાલ કેટલા શ્વાન છે તે સંદર્ભે નો આંકડો સામે આવ્યો છે. એક ગણતરી મુજબ હાલ મુંબઈ શહેરમાં 2,96,000 શ્વાનો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ વાસીઓ માસ્ક પહેરવાનું જરાય ભૂલતા નહીં- માત્ર એક દિવસમાં કોરોના ના ૫૦ ટકા કેસ વધી ગયા છે- જાણો તાજા આંકડા અહીં
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેર સહિત થાણા (Thane)અને મીરા રોડ(Mira Road) વિસ્તારમાં લોકોની સતત ફરિયાદ આવી રહી છે કે રાત્રિના સમયે શ્વાનોનો રંજાડ વધી ગયો છે. જોકે સ્વયંસેવી સંસ્થાઓને કારણે તેમજ સુપ્રીમ કોર્ટ(Supreme court)ના ઓર્ડર ને કારણે મહાનગરપાલિકા(BMC)ઓ મર્યાદિત પગલાં લઈ શકે છે.