News Continuous Bureau | Mumbai
બોમ્બે હાઈકોર્ટે (Bombay Highcourt) આજે મહારાષ્ટ્ર ભાજપના(BJP) નેતા અને પૂર્વ સાંસદ(MP) કિરીટ સોમૈયાને ધરપકડમાંથી વચગાળાની રાહત આપી છે.
હાઈકોર્ટે તેમને આઈએનએસ (INS Vikrant) વિક્રાંત સંબંધિત છેતરપિંડીના કેસમાં આ રાહત આપી છે.
આ સાથે હાઈકોર્ટે તેમને ચાર દિવસ સુધી પૂછપરછમાં સહકાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જો સોમૈયાની ધરપકડ કરવામાં આવે તો તેમને રૂ. 50,000ના અંગત બોન્ડ પર મુક્ત કરવામાં આવે.
હવે કોર્ટ તેમની આગોતરા જામીન અરજી પર બે અઠવાડિયા પછી 28 એપ્રિલે સુનાવણી કરશે.
ઉલ્લેખનીય છે કે આઈએનએસ વિક્રમ યુદ્ધજહાજ બચાવવા માટે નાગરિકો પાસેથી ભેગા કરેલા ભંડોળમાં કરોડોના ગેરવ્યવહાર કર્યાનો આરોપ કિરીટ સોમૈયા પર મૂકવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધ જહાજ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં સોમૈયા પિતા-પુત્રની અડચણો વધશે? ભૂગર્ભ જતા રહ્યા હોવાનો શિવસેનાના નેતા સંજય રાઉતનો દાવો..જાણો વિગતે