News Continuous Bureau | Mumbai
મુંબઈ ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આકરા પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે. જે હેઠળ હેલ્મેટ પહેર્યા વગર જો ટુ વ્હીલર ચલાવતા પકડયા તો ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે એક યુ ટ્યુબ વિડિયો બનાવ્યો છે, જેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે નવી એસઓપી જાહેર કરી છે. જે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા એવા લોકોને ફરજિયાત રીતે બે કલાકનો ટ્રાફિકના નિયમોની માહિતી આપનારો વિડિયો જોવા ફરજિયાત રહેશે.
આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર શતાબ્દી એક્સપ્રેસમાં પ્રવાસીઓ હવે વિસ્ટા ડોમ એટલે કે કાચના ડબ્બામાં પ્રવાસ કરી શકશે. જાણો શું છે રેલવે ની નવી યોજના….
મુંબઈ ટ્રાફિક પોલીસ કમિશનર સંજય પાંડેએ ફેસબુક પર લાઈવ સેશન પર મુંબઈગરા સાથે વાતચીત દરમિયાન હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનારાઓને જોખમની ચેતવણી આપી હતી. સાથે જ કહ્યું હતું કે હેલ્મેટ વગરના વાહન ચાલકોનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.
હેલ્મેટ વગર પકડાયા તો તેમના ઈ-ચલાન તો મોકલવામાં આવશે. સાથે જ હેલ્મેટ વગર પકડાઈ વ્યક્તિને નજીકની ટ્રાફિક ચોકીમાં મોકલવામાં આવશે અને તે બે કલાક માટે ફરજિયાત બે કલાક માટે ટ્રાફિકના નિયમોની માહિતી આપતો યુ-ટ્યુબ વિડિયો જોવા પડશે.
ટ્રાફિકના નિયમોનું સૌથી વધુ ઉલ્લંઘન યંગસ્ટર દ્વારા થતું હોય છે, તેથી ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોની માહિતી આપતો વિડિયો સ્કૂલ કોલેજમાં બતાવવાની યોજના બનાવી છે.