Site icon

પર્યાવરણનું નિકંદન! બે અઠવાડિયાથી સળગી રહ્યા છે મુંબઈના આ વિસ્તારમાં આવેલા મેનગ્રોન્ઝ. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

એક તરફ મહાવિકાસ આઘાડી પર્યાવરણના જતન માટે મોટા મોટા દાવા કરી રહી છે. તો બીજી તરફ ખુલ્લેઆમ મુંબઈમાં અનેક જગ્યાએ પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે.

Join Our WhatsApp Community

મુંબઈના પશ્ચિમ ઉપનગર દહિસરના સ્થાનિક રહેવાસીઓના બનેલા દહીસર રેસિડન્ટ ફોરમે તાજેતરમાં એવી ફરિયાદ કરી છે કે દહિસરમાં સતત બે અઠવાડિયાથી મેનગ્રોવ્ઝમાં આગ લાગી છે. આ બાબતે અનેક વખત સરકારી એજન્સીઓને ફરિયાદ કર્યા બાદ પણ આગ લગાડનારા સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસ પણ શરૂ કરશે પોતાનો સ્ટોર. વેચશે કપડા, ટોપી અને પરફ્યુમ જેવો સામાન; જમા થનારા ભંડોળમાથી કરશે આ કામ..જાણો વિગતે

મુંબઈના પશ્ચિમ ઉપનગર દહિસરના સ્થાનિક રહેવાસીઓના બનેલા દહીસર રેસિડન્ટ ફોરમે સોશિયલ મીડિયા ટ્વીટર પર એવી ફરિયાદ કરતી ટ્વીટ કરી છે કે દહિસરમાં સતત બે અઠવાડિયાથી મેનગ્રોવ્ઝમાં આગ લાગી છે. આ બાબતે તેઓએ ટ્વીટર પર તેનો વીડિયો પણ અપલોડ કર્યો છે. 

 

સોશિયલ મીડિયા ટ્વીટર પર અમુક લોકોએ  કોઈ સ્થાનિક બિલ્ડરનો હાથ મેનગ્રોવ્ઝમાં લાગેલી આગ પાછળ હોવાની શંકા પણ વ્યક્ત કરી છે. 
દહીસર રેસિડન્ટ ફોરમે સોશિયલ મિડિયા ટ્વીટર પર મેનગ્રોવ્ઝમાં લાગેલી આગનો વિડીયો પણ નાખ્યો છે અને આ સોશિયલ મિડિયા પર તેમણે રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને પણ ટેગ કર્યા છે. 

Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Exit mobile version