News Continuous Bureau | Mumbai
હાલ મહારાષ્ટ્રમાં એચ.એસ.સી બોર્ડ (બારમા)ની પરીક્ષા ચાલી રહી છે, જેમાં કેમિસ્ટ્રી નું પેપર ફૂટી ગયું હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. મુંબઈના વિલેપાર્લે પોલીસે આ પ્રકરણમાં કોચિંગ ક્લાસના માલિકની ધરપકડ કરી છે.
પોલીસના કહેવા મુજબ કોચિંગ કલાસના માલિક કમ શિક્ષક મુકેશ યાદવે પોતાના વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી નું પેપર આપ્યું હતું.
પોલીસના કહેવા મુજબ શનિવારે બારમાનું કેમેસ્ટ્રીનું પેપર હતું. પરંતુ પરીક્ષાના થોડા સમય પહેલા જ ત્રણ વિદ્યાર્થીઓ તેમના મોબાઈલ પર મળી ગયું હતું. મલાડના કોચિંગ કલાસના શિક્ષકની આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આ કેસમાં ત્રણ વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરી છે. પેપર ફૂટવામાં મુકેશની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે, તેની તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો :વાહ!! પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપવાથી મળશે છુટકારો, મુંબઈ પોલીસ કમિશનરની પહેલ..જાણો વિગતે
રાજ્યમાં આ પહેલા જ નોકરી ભરતીનું પેપર ફૂટી ગયું હોવાની નામોશી સરકારના માથે છે, તેમાં હવે બારમાની બોર્ડની પરીક્ષાનું કેમિસ્ટ્રીનું પેપર ફૂટી જવાથી વિદ્યાર્થીઓની સામે વાલીઓમાં રોષ જાગ્યો હતો.