News Continuous Bureau | Mumbai
બોમ્બે યુનિવર્સટીમાં બોમ્બ સ્ફોટ હોવાનો ખોટો ફોન કરીને અરાજકતા ફેલાવનારા રીઢો ગુનેગારને ગણતરીના કલાકમાં પોલીસે પકડી પાડ્યો હતો.
મુંબઈની યુનિવર્સટીમાં બોમ્બ રાખ્યો છે અને તે ગમે ત્યારે સ્ફોટ થશે એવો ખોટો ફોન કરનારાની બીકેસી પોલીસે ધરપકડ કરી છે. આરોપીનું નામ સુરજ ધર્મા જાધવ છે અને તે મુંબઈ પોલીસને ચોપડે રીઢો ગુનેગાર છે.
બુધવારે સાંજે પાંચ વાગે તેણે મુંબઈ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને મુંબઈ યુનિવર્સિટીમાં 10 મિનિટમાં બોમ્બ વિસ્ફોટ થશે એવો ફોન કર્યો હતો. તેથી યુનિવર્સિટીમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરા છે જે સુધરવાનું નામ જ લેતા નથી..વેસ્ટર્ન રેલવેમા માસ્ક વગરના પ્રવાસીઓ પાસેથી વસૂલ્યો આટલો દંડ.. જાણો વિગતે
બોમ્બે યુનિવર્સટીની દક્ષિણ મુંબઈમાં ફોર્ટ માં પણ છે અને સાંતાક્રુઝમાં કલીના યુનિવર્સિટી પણ છે, તેથી મુંબઈ પોલીસનું ટેન્શન વધી ગયું હતું. ફોન આવવાની સાથે જ મુંબઈ પોલીસ કામે લાગી ગઈ હતી. કલીના યુનિવર્સટીની સાથે જ દક્ષિણ મુંબઈમાં ફોર્ટમાં આવેલી બોમ્બે યુનિવર્સટીના પરિસરમાં પોલીસે તપાસ ચાલુ કરી દીધી હતી. પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નહોતી.
પોલીસને તપાસ દરમિયાન ફોન કરનારી વ્યક્તિ સુરજ જાધવ હોવાનું જણાયું હતું તેને સાંતાક્રુઝના કોલાવરી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તે રીઢો ગુનેગાર હોઈ તેણે શા માટે ફોન કર્યો હોવાનું પોલીસ તપાસ કરી રહી છે.