ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જાન્યુઆરી 2022
બુધવાર.
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ પાર્ટીથી ચર્ચામાં આવનાર કોર્ડેલિયા ક્રૂઝમાં કોરોના બ્લાસ્ટ થયો છે .
મુંબઈથી ગોવા પહોંચેલા કોર્ડેલિયા ક્રૂઝ જહાજમાંના 2,000 પ્રવાસીઓમાંથી 66 જણનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
તમામ કોરોનાગ્રસ્ત પ્રવાસીને મુંબઈના ભાયખલામાં રિચાર્ડસન અને ક્રુડાસ કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
રવિવારે જહાજના એક ક્રૂ સભ્યને કોરોના થયાનું માલુમ પડ્યા બાદ અન્ય તમામ ક્રૂ સભ્યો તથા તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
હાલ જહાજને વાસ્કોના એમપીટી ક્રૂઝ ટર્મિનલ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.
