ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
આજે વહેલી સવારે મુંબઈના માનખુર્દ વિસ્તારમાં સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં ઘટનાસ્થળે ફાયર વિભાગની 6 ગાડીઓ હાજર છે અને ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દરમિયાન અધિકારીઓ આગ લાગવાનું કારણ જાણવા પ્રયાસ કરી રહ્યા છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.
મુંબઈના આ વિસ્તારમાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, 13 મજૂરો ઘાયલ, રેસ્ક્યૂ ઑપરેશન ચાલુ; જુઓ વીડિયો
હાલ આ આગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ આગ કેટલી ભીષણ છે. જુઓ વીડિયો..
મુંબઇના માનખુર્દ વિસ્તારમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી; જુઓ વિડિયો..#mumbai #mankhurd #scrapyard #fire #Video pic.twitter.com/ZidS7JWSkF
— news continuous (@NewsContinuous) September 17, 2021