News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડના(Mumbai Municipal Fire Brigade) બે જાંબાઝોએ ભારતીય સ્વતંત્રતા દિવસે(Indian Independence Day) જ દેશનું નામ રોશન કર્યું છે. ફાયરબ્રિગેડના બે જવાનોએ આકરા(Fire brigade personnel) હવામાનનો સામનો કરીને યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલ્બ્રસ(Mount Elbrus, Europe's highest peak) પર રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો(National Flag Tricolor) અને મુંબઈ ફાયર બ્રિગેડનો ધ્વજ ફરકાવ્યો હતો.
મુંબઈ ફાયર બ્રિગેડના યોગેશ પ્રકાશ બડગુજર(Yogesh Prakash Badgujar) અને પ્રણિત મચ્છીન્દ્ર શેળકે (Praneet Machchindra Shelke) આ બંને જવાનોએ ભારતીય સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટ 2022ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યે યુરોપના સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એલ્બ્રસના શિખર પર સફળતાપૂર્વક પહોંચ્યા હતા. એ સાથે જ તેમણે દેશનો તિરંગો અને મુંબઈ ફાયર બ્રિગેડનો ધ્વજ ફરકાવ્યો હતો.
યોગેશ અને પ્રણિત બંને મુંબઈ ફાયરબ્રિગેડના હેડક્વાર્ટરમાં કંટ્રોલ રૂમમાં કામ કરે છે, તેઓ પર્વતારોહણના શોખીન(Mountaineering enthusiast) છે. બંને જણ 2017ની સાલમાં ફાયર બ્રિગેડમાં જોડાયા પછી પણ પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાઓ(Physical and mental abilities) કેળવવા માટે પર્વતારોહણની પ્રેક્ટિસ ચાલુ રાખી છે. તેમનું લક્ષ્ય વિશ્વના સાતેય ખંડોના સાત સૌથી ઊંચા પર્વત શિખરો પર ચઢવાનું છે. આ પહેલા તેમણે આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલીમંજારો પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું હતું. હવે તેમણે રશિયાના દક્ષિણપશ્ચિમમાં આવેલા માઉન્ટ એલ્બ્રસ પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો: વિકેન્ડ ની રજા માણવા જતા લોકો માટે સારા સમાચાર- મહારાષ્ટ્ર સરકારએ આજના માટે આ હાઇવે કર્યો ટોલ ફ્રી- જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે માઉન્ટ એલ્બ્રસ એ યુરોપમાં કાકેશસ પર્વતમાળામાં(Caucasus Mountains) સૌથી ઊંચું શિખર (18,505 ફૂટ) છે જે રશિયાના દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે અને તે કાળો સમુદ્ર અને કેસ્પિયન સમુદ્રની (Black Sea and Caspian Sea) વચ્ચે સ્થિત છે. માઉન્ટ એલ્બ્રસનું ચઢાણ મધ્યમ પડકારરૂપ માનવામાં આવે છે. જોકે, અહીંનું હવામાન ખૂબ જ અકળ છે. આખા વર્ષ દરમિયાન વારંવાર બરફના તોફાન, તાપમાન માઈનસ 25 ડિગ્રી સુધી ગગડી જઇ ગાત્રો થીજાવી દેતી ઠંડી અને ઝીરો વિઝિબિલિટીએ અહીં ઘણા ક્લાઇમ્બર્સનો જીવ લીધો છે.
આ બંને જાંબાઝોએ 2024માં વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (8848.86 m/29,031 ft) પર ચઢવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.