Site icon

અરે વાહ! થાણેથી બોરીવલી ફક્ત 15 મિનિટમાં પહોંચી શકાશે, આટલા હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનશે અન્ડરગ્રાઉન્ડ ટનલ રોડ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

જમીનના સંપાદનમાં થયેલા વિલંબ સહિત જુદાંજુદાં કારણોએ થાણે અને બોરીવલી વચ્ચે બનાવવામાં આવનારો અન્ડરગ્રાઉન્ડ ટનલ રોડની કિંમત 8 હજાર કરોડ રૂપિયાથી વધી ગઈ છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલને કારણે થાણેથી બોરીવલી માત્ર 15 મિનિટમાં પહોંચી શકાશે. હાલ જમીન સંપાદનનું કામ ચાલી રહ્યું છે.

મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટીએ  (MMRDA) થાણેમાં ટિકુજીની વાડીથી લઈને બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી ત્રણ-ત્રણ લેનની ટુ વે અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવવાની છે. આ પ્રોજેક્ટની મૂળ કિંમત 3 હજાર કરોડ રૂપિયા હતી, પરંતુ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં થયેલા વિલંબને કારણે આ રસ્તો બનાવવા પાછળ હવે  લગભગ 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

ડોમ્બિવલીની એક ઇમારતમાં ભીષણ આગ લાગી; બચાવકાર્ય શરૂ, જુઓ વીડિયો

MMRDA 2015ની સાલમાં થાણેથી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, બોરીવલી વચ્ચે અન્ડરગ્રાઉન્ડ રોડ બનાવવાનો પ્રસ્તાવ લાવી હતી. પ્રસ્તાવ મંજૂર થયા બાદ એને વનવિભાગ પાસે મંજૂરી માટે ગયો હતો. ટનલના ખોદકામ અને બાંધકામ દરમિયાન વન્યજીવન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટનલ બોરિંગને મંજૂરી આપવામાં આવી હતી. જોકે હવે જમીન સંપાદનથી લઈને જુદાં-જુદાં કારણથી આ પ્રોજેક્ટની કિંમત વધી  ગઈ છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version