ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
હાલ આખા દેશમાં અને ખાસ કરીને મુંબઇ શહેરમાં લોહીની તીવ્ર અછત વર્તાઈ રહી છે. આવા સમયે ઉત્તર મુંબઈના સાંસદ સભ્ય ગોપાળ શેટ્ટીએ પાંચ હજાર બોટલ લોહી ભેગું કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમજ સમગ્ર ઉત્તર મુંબઈનું ભાજપ એકમ આ કાર્યમાં જોતરાઇ ગયું હતું. હવે તેનું પરિણામ દેખાયું છે. ચોથી એપ્રિલથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યાર સુધી 4302 બોટલ રક્ત ભેગું થયું છે.
આખરે વિવાદ થયો જ : નવી મુંબઈના એરપોર્ટને બાલ ઠાકરે નું નામ કેમ? સ્થાનિકોએ વિરોધ કર્યો.
આ રક્તદાન અભિયાનમાં જૈન સંઘ, વાગડ સમાજ, પોઈસર જીમખાના, દક્ષિણ ભારતીય બંટ સમાજ, કચ્છી યુવક સંઘ, આગરી કોળી સમાજ, સ્વાતંત્ર્ય વિર સાવરકર ઉદ્યાન સમિતિ જેવી અનેક સંસ્થાઓએ સહયોગ આપ્યો છે. આ કાર્યક્રમમાં ઉત્તર મુંબઈના ભાજપના ધારાસભ્યો સુનિલ રાણે, અતુલ ભાતખલકર, યોગેશ સાગર અને મનીષા ચૌધરીએ પણ સહયોગ આપ્યો. આ ઉપરાંત ઉત્તર મુંબઈના ભાજપના તમામ નગરસેવકોએ પોતાના વોર્ડમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. આમ ઉત્તર મુંબઈમાં એક સારું આયોજન પાર પડ્યું છે જેને કારણે અનેક લોકોને લાભ થશે.