Site icon

લોકલ ટ્રેનમાં કાલે કેટલા દંડાયા? કયા કારણથી? જાણો અહીં…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

02 ફ્રેબ્રુઆરી 2021

મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રથમ દિવસે સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઊડતા દેખાયા. અહીં સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇન નું પાલન ન કરવામાં આવ્યું‌ એવી ફરિયાદ અનેક મીડિયા રિપોર્ટમાં દેખાઈ છે.

બીજી તરફ રેલવે પ્રશાસને માસ્ક ન પહેરવા વાળાઓની વિરુદ્ધમાં કડક ઝુંબેશ આદરી. આ ઝુંબેશ પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે દ્વારા ચલાવવામાં આવી. ઝુંબેશ દરમિયાન પશ્ચિમ રેલવેમાં 237 લોકો માસ્ક વગર પકડાયા. જ્યારે કે મધ્ય રેલવેમાં 275 લોકો માસ્ક વગર ટ્રાવેલિંગ કરી રહ્યા હતા. એમ કુલ ૫૦૦ લોકોને માસ્ક પહેરવા બદલ દંડિત કરવામાં આવ્યા છે.

બીજી તરફ વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરનારાઓ નો કોઈ તોટો નહોતો. પશ્ચિમ રેલવેમાં ૩૯૬ લોકો જ્યારે કે મધ્ય રેલવેમાં અધધધ… 1600 લોકો વગર ટિકિટે પકડાયા.

આમ મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રથમ દિવસે જ ટિકિટ વગર મુસાફરી કરવા વાળા લોકોની સંખ્યા નાનીસૂની નહોતી.

Ajit Pawar Plane Crash:વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન, સુપ્રિયો સુલે બારામતી જવા રવાના,અમિત શાહ, પીએમ મોદી એ વ્યક્ત કર્યો શોક
Ajit Pawar Biography:શરદ પવારના પડછાયામાંથી નીકળી કેવી રીતે બન્યા મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી નેતા? જાણો અજિત પવારની અનટોલ્ડ સ્ટોરી.
Ajit Pawar Plane Crash Video: અજિત પવારના પ્લેન અકસ્માતનો ગ્રાઉન્ડ રિપોર્ટ, કાટમાળ અને ધુમાડા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો વાયરલ.
Ajit Pawar passes away: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: ડેપ્યુટી CM અજિત પવારનું વિમાન અકસ્માતમાં નિધન; બારામતીમાં લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version