ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
01 ફ્રેબ્રુઆરી 2021
મુંબઈની લોકલ ટ્રેન સામાન્ય માણસ માટે શરૂ થઈ ગઈ છે. જોકે આ માટેના સમય નિર્ધારિત કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે…
સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનો ત્રણ-સમયના સ્લોટમાં ઉપલબ્ધ રહેશે: દિવસની સેવાઓ શરૂ થતાંથી સવારે 7 વાગ્યા સુધી; બપોરે 12: 00 થી 4: 00; અને દિવસના અંત સુધી 9:00 વાગ્યે. મહારાષ્ટ્ર સરકારની સૂચના મુજબ સવારે 7:00 થી બપોરે 12:00 અને બપોરના 4:00 થી 9:00 વાગ્યા સુધી ફક્ત આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકોને જ મુસાફરી કરવાની છૂટ રહેશે.
આ સમય પત્રક સાથે રેલવેએ સ્પષ્ટતા કરી છે કે સામાન્ય માણસ દ્વારા સમય પત્રક સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશે તો તેને તેના પરિણામ ભોગવવા પડશે.
રેલવે પ્રશાસને એક વાત સ્પષ્ટ કરી છે કે સવારે સાત વાગ્યાનો અર્થ એ થાય છે કે જે તે વ્યક્તિએ 7:00 કલાકે ટ્રેનમાંથી ઉતરી જવાનું રહેશે. જો તે વ્યક્તિ સાત વાગ્યે સફર શરૂ કરે અને ગંતવ્ય સ્થાન ઉપર સાત વાગ્યા પછી પહોંચે અને તે સમયે જો તે પકડાઈ જાય તો તેની દલીલ માન્ય રહેશે નહીં. વાત બહુ સ્પષ્ટ છે કે સામાન્ય માણસે જે પરમીટ કેટેગરીમાં નથી આવતો તેણે પરમીટ સમયમર્યાદાની બહાર ટ્રેનમાં સફર નથી કરવાનું. આ માટે ટ્રેન લેટ હતી, હું સાત વાગ્યા પહેલા ટ્રેનમાં ચડી ગયો હતો, મને ખબર નહોતી, થોડુંક તો ચાલે ને…. આવા પ્રકારની દલીલો માન્ય નહીં રાખવામાં આવે. જે વ્યક્તિ પકડાશે તેને 200 રૂપિયા દંડ અને એક મહિના જેલમાં રહેવાની સજા થઈ શકે છે.