News Continuous Bureau | Mumbai
મુંબઈને(Mumbai) પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં(reservoirs) પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. સાતેય જળાશયોમાં મંગળવારે સવારના 92.14 ટકા પાણી જમા થઈ ગયું હતું. છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોમાં ઓગસ્ટ મહિનામાં જ જમા થયેલા પાણીએ(accumulated reservoirs) મુંબઈગરાની આવતા વર્ષ સુધીની પાણીની ચિંતા દૂર કરી નાખી છે.
મંગળવારે સવારના સાતેય જળાશયમાં 13,33,569 મિલિયન લિટર પાણીનો સ્ટોક(Water stock) જમા હતો. ગયા વર્ષે જ આ જ સમયે જળાશયોમાં 11,66,623 મિલિયન લિટર જેટલું પાણી હતું. તો 2020ની સાલમાં આ જ સમયે જળાશયોમાં 7,31,282 મિલિયન લિટર જેટલું પાણી હતું.
જુલાઈ મહિનાના પહેલા પખવાડિયામાં મુશળધાર વરસાદને(Heavy rainfall) કારણે જળાશયોમાં પાણીની સારી આવક(Water earning) થઈ હીત. તો હવે ફરી ચોમાસું(Monsoon) સક્રિય થયું છે. તેથી જળાશયોમાં પણ વરસાદી પાણીની(Rain water) સારી એવી આવક થઈ રહી છે. છેલ્લા આઠ દિવસમાં જળાશયોમાં પાણીનું સ્તર(Water level) એક લાખ વધી ગયું છે.
આ સમાચાર પણ વાંચો : આજે મુંબઈ માટે વરસાદ બનશે આફત- સાડા ત્રણ મીટરની દરિયાઈ ભરતી છે- જાણો જોખમી સમય કયો
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને પ્રતિદિન 3,850 મિલિયન લિટર પર ડે જેટલો પાણી પુરવઠો કરવામાં આવે છે. મુંબઈને આખું વર્ષ પાણીકાપ(Water shortage) વગર પાણી પુરવઠો કરવો હોય તો પહેલી ઓક્ટોબરના જળાશયમાં 14, 47,363 મિલિયન લિટર જેટલું પાણી હોવું જોઈએ. તેની સામે હાલ સાતેય જળાશયમાં 13, 33,569 મિલિયન લિટર જેટલું પાણી છે. જળાશયોમાં વધેલા પાણીનો સ્ટોકને કારણે આગામી એક વર્ષ સુધીની મુંબઈગરાની પાણીની ચિંતા ટળી ગઈ છે.
પાલિકાના(BMC) જણાવ્યા મુજબ મોડક સાગર(Modak sagar) અને તુલસી(Tulsi) 100 ટકા ભરાઈ ગયા છે. તાનસા(Tansa) પણ 98.89 ટકા ભરાઈ ગયું છે. મધ્ય વૈતરણા 95.67 ટકા, અપર વૈતરણા 85.17 ટકા, ભાતસા 90.62 ટકા અને વિહાર 89.68 ટકા ભરાઈ ગયું છે.