News Continuous Bureau | Mumbai
એક તરફ દેશમાં આઝાદીના 75માં વર્ષે "આઝાદી કા અમૃત મહોત્સવ"(Azadi ka Amrit Mohotsav)ની ઉજવણી ચાલી રહી છે. તો બીજી તરફ મુંબઈના પશ્ચિમ ઉપનગરના(Western Suburbs) છેવાડે આવેલા દહિસરમાં(Dahisar) એક ફ્લાયઓવરની(flyover) નીચે દેશના મહાપુરુષોના ભીંત ચિત્રો(Murals of great men of the country)(National leaders) એકદમ ખરાબ હાલતમાં જણાઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ(Local citizens) મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને(Mumbai Metropolitan Region Development Authority) ફરિયાદ કર્યા બાદ પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે.


સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર્તા રાજેશ પંડયાના(Rajesh Pandya) જણાવ્યા મુજબ દહિસરમાં આનંદ નગરમાં(Anand Nagar) આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવરની(Chhatrapati Shivaji Maharaj Flyover) નીચે બંને બાજુની ખુલ્લી જગ્યામાં સ્થાનિક બગીચો બનાવવામાં આવ્યો હતો. તેમાં પુલના દરેક થાંભલા પર, રાષ્ટ્રીય નાયકના(National Hero) નામ અને માહિતી સાથેના ચિત્રો પણ બનાવવામાં આવ્યા હતા. બગીચાના ઉદ્ઘાટન બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ માટે બગીચાનો ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. મેટ્રો રેલ શરૂ થઈ છે પરંતુ બગીચાની હાલતમાં કોઈ સુધારો થયો નથી. અહીં રહેલા મહાન હસ્તીઓના ફોટાઓની પણ દુર્દર્શા થઈ ગઈ છે.


આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત-ઉત્તર મુંબઈના કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ પણ ભાજપના રસ્તે-ગત રાતનો એક વીડિયો સામે આવ્યો- જુઓ તે વિડિયો
આ બગીચામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ(Rani Lakshmibai of Jhansi), ભારત માતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી(Father of Nation Mahatma Gandhi), લાલ બહાદુર શાસ્ત્રી(Lal Bahadur Shastri), સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel), વીર સાવરકર(Veer Savarkar), શહીદ ભગતસિંહ(Shaheed Bhagat Singh), લોકમાન્ય તિલક, ડૉ. બાબાસાહેબ આંબેડકર, માનનીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ, અવકાશયાત્રી કલ્પના ચાવલા, હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે, લોકોના નેતા ગોપીનાથ મુંડેના ચિત્રો દોરવામાં આવ્યા છે. ચિત્રકારો દ્વારા દોરવામાં આવેલી આ દિવાલોને માટી અને કાદવથી નુકસાન થયું છે, જેમાં ચિત્રમાં કેટલાક મહાપુરુષોના ચિત્રો અને લેખિત માહિતી હતી. પરંતુ મેટ્રો ચાલુ થયા બાદ પણ બગીચાની હાલતમાં કોઈ સુધારો કરવામાં આવ્યો ન હોવાનું રાજેશ પંડયાએ કહ્યું હતું.


આ બગીચામાં રહેલા રાષ્ટ્રીય મહાન પુરુષોના ચિત્રોની(Portraits of National Great Men) થયેલી અવદશા બાબતે દહિસરના પાલિકાના તથા મુંબઇ મેટ્રોપોલિટન રિજન એમ બંને વિભાગના અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ જવાબ મળી શક્યો નહોતો.
