Site icon

મુંબઈના રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર- હવે વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઈન માટે અલગ પાસ નહીં કઢાવવો પડે- આ છે યોજના

News Continuous Bureau | Mumbai

બેસ્ટ (BEST)બાદ હવે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે(Central and Western Railway)ની ઉપનગરીય ટ્રેનના પ્રવાસ માટે નેશનલ મોબિલિટી કાર્ડ સેવા (National mobility card service) શરૂ કરવામાં આવવાની છે. તેથી હવે આ એક જ કાર્ડ પર સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેમાં મુંબઈગરા(Mumbaikars) પ્રવાસ કરી શકશે. આ યોજનાથી મુસાફરોનો ઘણો સમય બચશે. તેનો અમલ આવતા વર્ષથી થવાનો છે. સપ્ટેમ્બરમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.

Join Our WhatsApp Community

મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC) સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય મુસાફરો માટે પણ બેસ્ટ(BEST) જેવી સિંગલ કાર્ડ સિસ્ટમ લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉપનગરીય રેલવેનું જાળું ખાસ્સું એવું ફેલાયેલું છે. દૈનિક પ્રવાસીઓની સંખ્યા પણ 65 લાખથી વધુ છે. આથી આ કાર્ડ બહુ ઉપયોગી સાબિત થશે એવું રેલવે પ્રશાસનનું માનવું છે.

આ સમાચાર પણ વાંચો : પાણી સાચવીને વાપરજો- આજે અહીં 8 કલાક પાણી પુરવઠો બંધ રહેશે

સેન્ટ્રલ રેલવેના એક વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ તાજેતરમાં થયેલી બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પ્રવેશદ્વારો પર કાર્ડ રીડર્સ લગાવવામાં આવે તો લાઈનની શક્યતા, મેનપાવર અને ટિકિટ ઈન્સ્પેક્ટરોની ઉપલબ્ધતા, તેમના દ્વારા જરૂરી સાધનોનો સમાવેશ થાય છે. આ સેવા આપતી વખતે, રેલવે ટિકિટ વિન્ડો, ATVM, જાહેર ટિકિટ આરક્ષણ સેવાઓ પણ જોકે  ચાલુ જ રહેશે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version