News Continuous Bureau | Mumbai
નવી મુંબઈના મહાપે MIDCમાં એક ગોડાઉનમાં આગ લાગી હતી. ઈંધણ લીક થવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે.અહીં નજીકથી પેટ્રોલ-ડીઝલની લાઈન પસાર થઈ રહી છે અને તેમાંથી ઈંધણ લીકેજ થવાની શક્યતા છે.જો કે આગના કારણે આ ઈંધણની પાઈપલાઈન પણ જોખમમાં છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ અને ભારત પેટ્રોલિયમની રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મળતી જાણકારી મુજબ આગ લાગવાની ઘટના નવી મુંબઈના શીલ ફાટા વિસ્તારના અડવાલી ભૂતવાલી ગામ પાસે બની છે. આ ગામની નજીકમાં આવેલા મહાપે MIDC ખાતેના એક વેરહાઉસમાં આગ લાગી છે. વેરહાઉસમાં લાગેલી આગ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી સુધી ફેલાઈ હોવાનું માનવામાં આવે છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
Fire near Petrol pump on pipeline road (Mahape Road) pic.twitter.com/B3yumIsLrF
— Sachin (@sachinghugare) April 5, 2022
આ સમાચાર પણ વાંચો : સાંતાક્રુઝની આ સ્કૂલના બસ ડ્રાઈવરે વાલીઓના જીવ કરી નાખ્યા અધ્ધરતાલ, આટલા કલાકે ભાળ મળી વિદ્યાર્થીઓની; જાણો શું છે સમગ્ર મામલો
હાલ ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે. તે સિવાય ભારત પેટ્રોલિયમ અને સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજી સુધી આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે વેરહાઉસમાં આગ લાગવાથી મોટું આર્થિક નુકસાન થયું છે. દરમિયાન વેરહાઉસની આજુબાજુમાં પેટ્રોલ-ડીઝલની લાઇન હોવાથી આ વિસ્તારમાં આગ લાગવાની આશંકા સેવાઇ રહી છે.