News Continuous Bureau | Mumbai
સાંતાક્રુઝની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલની બસના નવા ડ્રાઈવરના કારણે સોમવારે વાલીઓના જીવ અધ્ધરતાલ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓને સ્કૂલ છૂટયા બાદ લઈ નીકળેલી ગંતવ્ય સ્થાન પર પહોંચી નહોતી, તેથી વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી. બસનો બે કલાક બાદ અત્તોપતો લાગતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ સ્કૂલ છૂટી હતી. સ્કૂલ છૂટ્યાના બે કલાક પછી પણ વિદ્યાર્થીઓ ઘરે ન પહોંચતાં વાલીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બસના ડ્રાઈવર અને કર્મચારીના મોબાઈલ પણ બંધ આવતો હોવાથી વાલીઓ ચિંતા વધી ગઈ હતી. ડરી ગયેલા વાલીઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા. આખરે વિદ્યાર્થીઓ તેમના નિયત સ્થળે પહોંચતાં વાલીઓ અને શાળા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : નવાબ મલિકની મુસીબતો ઓછી ન થઈ, જ્યુડિશિયલ કસ્ટડી આ તારીખ સુધી લંબાવાઈ; જાણો વિગતે
પોલીસના જણાવ્યા મુજબ કોરોનાને કારણે લાગુ કરાયેલા લૉકડાઉન બાદ સોમવારે શાળા શરૂ થઈ હતી. પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ ખૂલ્યાનો પ્રથમ દિવસ હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓને લેવા માટે વાલીઓ સ્કૂલે આવ્યા હતા. તેથી અમુક વિદ્યાર્થીઓને બસમાં બેસતાં મોડું થયું હતું. તો બસનો ડ્રાઈવર પણ નવો હોવાથી તેને બસ રૂટની માહિતી નહોતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર શિવાજી રાઠોડના કહેવા મુજબ બસમાં 25થી 30 વિદ્યાર્થી હતા. વિદ્યાર્થીઓ ઘરે ન પહોંચતા વાલીઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા. પ્રશાસને વાલીઓ સાથે મિટિંગ કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેવું આશ્વાસન આપ્યું હતું.