News Continuous Bureau | Mumbai
Navratri 2023: બોરીવલીના ( Borivali ) એક આયોજનના ગરબા પાસ ( Garba Pass ) સસ્તા ભાવે ( cheap price ) મેળવવાની લાલચમાં 20 વર્ષના એક યુવાન અને તેના મિત્રોને 5.17 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો હોવાની માહિતી એમએચબી પોલીસ સ્ટેશનના ( MHB Police Station ) અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
મુંબઈની પ્રખ્યાત દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકની ( Falguni Pathak ) ‘ગરબા નાઈટ’ ( Garba Night ) માટે પાસ ખરીદવાનો પ્રયાસ કરી રહેલા 156 યુવાનોને સવાપાંચ લાખ રુપિયા ગુમાવવા પડ્યા હતા. આરોપીઓએ આ યુવકોને સસ્તા પાસની લાલચ આપીને છેતર્યા હતા. આ પ્રકરણમાં યુવકોએ મુંબઈ પોલીસમાં ( Mumbai Police ) ફરિયાદ નોંધાવી છે. માહિતી મુજબ કાંદિવલીના ( Kandivli ) એક યુવકને જ્યારે ખબર પડી કે બોરીવલી (વેસ્ટ) માં ફાલ્ગુની પાઠકના કાર્યક્રમનો એક સત્તાવાર વિક્રેતા હોવાનો દાવો કરનાર વિશાલ શાહ સસ્તા ભાવે પાસ આપી રહ્યો છે. તે બાદ આ સમગ્ર ઘટના બની હતી..
શું છે મામલો..
દરમિયાન મંગળવારે નિહાર મોદીને તેના મિત્ર શ્રેયાંસ શાહ પાસેથી જાણવા મળ્યું કે તેના કોઈ ઓળખીતા પાસે પાસ છે જે વ્યક્તિ દીઠ 3300 રૂપિયાના ભાવે વેચાય છે. નિરવે બોરીવલીમાં માર્બલ ફ્લોરીંગનો બિઝનેસ ધરાવતા વિશાલ શાહને ફોન કર્યો.
આ આખી ઘટનાની વિગતો આપતા એમએચબી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સસ્તા મળવાની માહિતી મળતા, તેથી ફરિયાદી યુવક અને તેના મિત્રો પાસ ખરીદવા માટે તૈયાર થયા હતા. તેણે અન્ય મિત્રોને પણ પૂછ્યું હતું. અંતે, ફરિયાદી સહિત 156 લોકો શાહ પાસેથી કાર્યક્રમનો પાસ ખરીદવા માટે સંમત થયા હતા. પાસ માટે ફરિયાદી અને તેના બે મિત્રોએ દરેક પાસેથી રોકડ રકમ વસૂલ જમા કરી હતી. શાહને તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. વાતચીત મુજબ શાહે પાસ લેવા માટે ત્રણેયને ગુરુવારે ન્યૂ લિન્ક રોડ, બોરીવલી (વેસ્ટ) પહોંચવાનું કહ્યું હતું. ત્યાં શાહનો એક માણસ પૈસા લઈને પાસ આપવાનો હતો.
આ સમાચાર પણ વાંચો : Weather Update : હવામાન વિભાગની મોટી આગાહી! નવરાત્રિ પર રહેશે વરસાદની હાજરી, મહારાષ્ટ્ર સહિત દેશના આ ભાગોમાં વરસાદની શક્યતા; જાણો ક્યાં રાજ્યમાં રહેશે વરસાદ.. વાંચો વિગતે અહીં..
શાહની સૂચના મુજબ ત્રણેય યુવકો સ્થળ પર પહોંચ્યા અને શાહના કહ્યા મુજબ એક વ્યક્તિને પૈસા આપી દીધા. બાદમાં શાહે તેમને યોગી નગરનું સરનામું આપ્યું અને ત્યાં પહોંચીને પાસ મેળવવા કહ્યું. જ્યારે ત્રણેય મિત્રો યોગી નગર પહોંચ્યા ત્યારે તેઓને શાહે જણાવેલ ઉક્ત ઈમારત મળી ન હતી. ત્રણેયે શાહને વારંવાર ફોન કરતાં શાહનો મોબાઈલ સ્વીચ ઓફ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તેઓને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ ગઈ હતી. તેથી ત્રણેય મિત્રોએ તરત જ બોરીવલીના MHB કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શુક્રવારે યુવક સાથે છેતરપિંડી કરવા બદલ શાહ અને તેના અજાણ્યા સાથી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો હતો. પોલીસ આ કેસમાં શાહ અને તેના સાથીદારને શોધી રહી છે, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.