First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…

First Day Geeta Rabari: ગીતા રબારીના તરોતાજા બમ્બૈયા પ્લે લિસ્ટએ આખાય બોરીવલીને ઘમરોળી નાખ્યું......

Surabhi Navratri Festival 2025 Rudramar Group Geeta Rabari Live in Borivali

News Continuous Bureau | Mumbai

First Day Geeta Rabari અગાઉ મુંબઈમાં ક્યાંય નથી થયું એવું અદ્વિતીય, અફલાતૂન આયોજન આ વખતે બોરીવલી પશ્ચિમના કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ નં 4 પર થયું છે જ્યાં સ્વર સમ્રાગ્ની ગીતા રબારી ના તાલે ખેલૈયાઓનો જબરદસ્ત મહેરામણ ઉમટી પડ્યો ..
અંબા મા ને આવકારવા થનગનતા ખેલૈયાઓને અંબાલાલની આગાહીઓ સોશ્યલ મીડિયા પર ભલે ડરાવતી હોય પણ મુંબઈના ખેલૈયાઓ માટે તો આ નવરાત્રી તેમના લાઇફમાં ઐતિહાસિક બની જવાની છે એવું ભવ્ય અને જબરદસ્ત આયોજન બોરીવલી પશ્ચિમમાં સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 એ કર્યું છે. નવરાત્રિ ની રાજધાની ગણાતા બોરીવલીમાં પહેલી જ વાર આપણી યુવા અને સ્વર સમ્રાગ્ની ગીતા રબારીના ટ્રેડિશનલ અંદાજનું ફ્યુઝન પ્લે લિસ્ટ જબરદસ્ત તરખાટ મચાવી રહ્યું છે એટલું જ નહીં એની ગૂંજ આખા મુંબઈ માં જોમ ભરી રહી છે.

Join Our WhatsApp Community

Surabhi Navratri Festival 2025  Rudramar Group  Geeta Rabari Live in Borivali


રુદ્રામર ગ્રુપ દ્વારા પ્રસ્તુત સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025નું નિર્માણ અને પ્રચાર ‘ શો ગ્લીટ્ઝ ઈવેન્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ દ્વારા અને આયોજન સાઈ ગણેશ વેલફેર એસોસિએશનએ કર્યું છે. આઠ વર્ષથી નવરાત્રી નું સફળ આયોજન કરનારા શો ગ્લીટ્ઝ ધ બેસ્ટ આયોજનનો પોતાનો રેકોર્ડ દર વર્ષે બ્રેક કરે છે. ખેલૈયાઓને વધુને વધુ સારું આપવાની તેમની નેમ છે.

ગીતા રબારીની અવિસ્મરણીય એન્ટ્રી

કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ નં 4 પર ખેલૈયાઓને જબરું સરપ્રાઈઝ મળ્યું. સ્ટેજ પર ગીતા રબારીની જે રીતે એન્ટ્રી થઈ એવી તમે અગાઉ મુંબઈમાં ક્યાંય જોઈ નહીં હોય; અવિસ્મરણિય અને અદ્ભુત આ એન્ટ્રી હતી. આ સમયે ખેલૈયાઓના હર્ષનાદે બોરીવલી જ નહી જાણે આખે આખા મુંબઈને ગજવી મૂક્યું,આયોજનની બેમિસાલ સફળતાની જાણે કે એણે છડી પોકારી!
ઓલ વેધર ઇવેન્ટ
1,25,000 ચોરસ ફૂટનો કાર્પેટવાળો લાકડાનો એવો ડાન્સ ફ્લોર આયોજકોએ અહીં બનાવ્યો છે કે ખેલૈયાઓ બોલી ઉઠ્યા કે વરસાદ કી તો ઐસી કી તૈસી…

વરસાદના કારણે આ વખતે મોટાભાગના નવરાત્રી આયોજનો ઇન્ડોર થયાં છે જે ખેલૈયાઓની ઓપન ગ્રાઉન્ડ માં ખેલવાની મજા બગાડી નાખે છે પણ અહીં ખેલૈયાઓ ઓપન ગ્રાઉન્ડ માં ખેલવાની ભરપુર મજા લૂંટી શકશે અને એ પણ વરસાદમાં જરાય હેરાન થવાય નહીં એ રીતે.. એવું જબરદસ્ત આયોજન થયું છે. વિશાળ ઓલ વેધર વુડન ડાન્સ ફ્લોર પર ડસ્ટ ફ્રી અને એન્ટી સ્લિપ કાર્પેટ બિછાવવામાં આવી હોવાથી ગરબે રમનારાઓ નિર્ભય થઈને રમી રહ્યા છે. માનવ મહેરામણ ઉમટ્યો હોવા છતાં ખેલૈયાઓ મોજથી અને કમ્ફર્ટેબલી રમે છે જે અહીંના આયોજનને ચાર ચાંદ લગાવે છે.
મુંબઈના ખેલૈયાઓ એ તેથી જ ચોમાસાની પણ ચિંતા કરવાની જરૂર નથી કારણકે ગરબા પ્રેમીઓને અહીં વરસાદ પણ હેરાન નહીં કરી શકે. આયોજન એવું ઉત્તમોત્તમ છે કે ખેલૈયાઓ અહીં આવીને આફરીન થઈ ગયા.
બોરીવલીમાં ડોમ વગરની મસ્તી, રેઇનમાં ગ્રાઉન્ડ ફૂલ પેક

આ સમાચાર પણ વાંચો : Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!

પહેલા નોરતે ખેલૈયાઓનુ સ્વાગત કરવા વર્ષારાણી રુમઝુમ કરતી આવી પહોંચી હતી. પરંતુ ખેલૈયાઓ ગરબે મન મૂકીને ઝૂમી ઊઠ્યા હતાં. સવાલ હતો કે ફૂલ રેઇનમા ગરબા કે પછી ડોમની મજા ત્યારે ખેલૈયાઓએ પોતાનો ચુકાદો આપી દીધો છે… અને તેનો જવાબ છે આ ફોટોગ્રાફ… કોરાકેન્દ્રના ગ્રાઉન્ડ ૪માં પગ મૂકવાની જગ્યા બચી નહીં

ભવ્ય અને શાનદાર વ્યવસ્થા

1,000થી પણ વધુ વાહનોની પાર્કિંગની સુવિધા છે, સ્વાદિષ્ટ વાનગીઓ સાથેનો વિશાળ ફૂડ કોર્ટ છે, મેટ્રો તેમજ હાઈવેની કનેક્ટિવિટી છે.
વર્લ્ડ ક્લાસ સાઉન્ડ અને લાઈટિંગ ગ્રાઉન્ડને અજબ જીવંતતા અર્પણ કરે છે જે એક અદ્વિતીય અનુભવ છે.
ખેલૈયાઓની સુરક્ષા માટે 400થી વધુ સુરક્ષા કર્મચારીઓ, 100 CCTV કેમેરા, અને 200 સ્વયંસેવકો ખડે પગે હોવાથી ખેલૈયાઓ અહીં બિલકુલ નિશ્ચિંત છે.

કચ્છી કોયલનો કંઠ

First Day Geeta Rabari મુંબઈમાં 8 વર્ષથી સુપરહિટ નવરાત્રિનું આયોજન કરનારી શોગ્લીટ્સ ઈવેન્ટ્સ ગુજરાતની નંબર વન લોક ગાયિકા કચ્છી કોયલ ને પહેલીવાર બોરીવલીમાં લઈ આવ્યા જેણે પહેલા જ દિવસે નવા મુંબઈયા પ્લેલિસ્ટ સાથે ખેલૈયાઓને એવા મંત્રમુગ્ધ કર્યા કે આખું ગ્રાઉન્ડ દિગ્મૂઢ બની ગયું હતું. પહેલીવાર આ પ્રકારના ગરબા રમવાનો લ્હાવો લઈ ખેલૈયાઓ એવા તાનમાં આવી ગયા કે આખું બોરીવલી ઝૂમી ઉઠ્યું.
ગ્રાઉન્ડ પરના માનવ મહેરામણ ને જોઈને ગીતા રબારી એટલી હદે ગદ ગદ થઈ ઉઠ્યા કે બોલી પડ્યા “આટલા વિશાળ ઓડિયન્સ સામે પરફોર્મ કરવા હું સદભાગી બની છું ત્યારે હું મારું બેસ્ટ અહીં રજૂ કરીશ. આ એક અવિસ્મરણીય લ્હાવો છે.”

ટ્રેડિશનલ આઉટફિટ

મુંબઈમાં પહેલીવાર નવરાત્રી સિંગર નો તદન ટ્રેડિશનલ લુક જોવા મળ્યો. ગીતા રબારી એકદમ પારંપરિક આઉટ ફીટમાં જે રીતે પરફોર્મ કરી રહ્યાં હતાં ત્યારે સ્વયં શક્તિ સ્વરૂપ લાગતાં હતાં. સ્ટેજ પરની એની સ્ફૂર્તિ અને ઢોલ પરની થાપે આખા ગ્રાઉન્ડ ને જીવંત કરી મૂક્યું.
આરતી નાં ઓવારણાં
માનનીય પૂર્વ સાંસદ શ્રી ગોપાલ શેટ્ટી તથા બોરીવલીના સંસદ સભ્ય શ્રી સંજય ઉપાધ્યાય એ માતાજીની આરતી અને ઓવારણાં લઈને ઉત્સવની શરૂઆત કરી.

પરંપરા નો સંકલ્પ

ખેલૈયાઓને વર્ષોવર્ષ આરામ, સુવિધા અને ભવ્યતા આપવા માટે કટિબદ્ધ ‘ શો ગ્લીટ્ઝ ઇવેન્ટ્સ ‘ ના ડિરેક્ટર સંતોષ સિંઘ તેથી જ કહે છે કે નવું મેદાન , નવું વેન્યુ સાથે અમે તમારા માટે પહેલીવાર પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીને ગરબાના નવા અંદાઝ સાથે લઈ આવ્યા છીએ જે અમારી પરંપરા સાથે અમારા સંકલ્પને વધુ મજબૂત તો બનાવ્યો સાથે એ તમારા હૃદયમાં વસી જશે.
સરપ્રાઈઝ સરપ્રાઈઝ…
ગીતા રબારીની ભવ્ય અને ધમાકેદાર એન્ટ્રી જેવાં બીજાં પણ અનેક સરપ્રાઈઝ ખેલૈયાઓને ગ્રાઉન્ડ પર મળવાના છે.

Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Exit mobile version