ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈ શહેરમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસની સંખ્યા ૨૦ હજારથી વધુ નોંધાઇ છે. શનિવારના દિવસે મુંબઈ શહેરમાં નવા નોંધાયેલા કોરોના ના કેસ ૨૦૩૧૮ છે.
આ સાથે જ માત્ર ત્રણ દિવસની અંદર મુંબઈ શહેરમાં કોરોના ના નવા કિસ ૬૦ હજારથી વધુ નોંધાયા છે. મુંબઈ જેવા આંતરરાષ્ટ્રીય શહેર માટે આ આંકડો ખૂબ જ ખતરનાક ગણાય છે. શહેરમાં કેસીસ બમણાં થવાની શક્યતા ૪૭ દિવસ પર પહોંચી ગઇ છે. માત્ર 8 દિવસ પહેલા બમણા થવાની શક્યતા 800 દિવસની હતી.
આને કહેવાય કોરોનાની છેતરામણી ચાલ. સંભાળીને રહેવું તે જ જરૂરી છે.