News Continuous Bureau | Mumbai
મુસાફરો(Commuters)ની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે(Western railway) દ્વારા વિવિધ માળખાકીય અપ-ગ્રેડેશન(Upgradation) કામ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા છે. આ જ ક્રમમાં, મુસાફરો(Passengers)ની સુવિધા અને સલામતી માટે મુંબઈ ઉપનગરીય વિભાગના ખાર રોડ સ્ટેશન(Khar Road Station) પર નવો ફૂટ ઓવરબ્રિજ (FOB) શરૂ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવે(Western Railway)ના જનસંપર્ક વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, ખાર રોડ સ્ટેશન પર દક્ષિણ છેડે નવો ફૂટ ઓવરબ્રિજ જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.નવો FOB ખાર રોડ સ્ટેશનના પ્લેટફોર્મ પર રેલ મુસાફરોની અવરજવરને સરળ બનાવશે અને મુસાફરોની સુરક્ષામાં પણ વધારો કરશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણી કપાત-આજે આખો દિવસ બંધ રહેશે પાણીનો સપ્લાય
આ નવો ફૂટ ઓવરબ્રિજ 44 મીટર લાંબો અને 6 મીટર પહોળો છે, જે 4.55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. IIT ઓડિટ રિપોર્ટ મુજબ આ ફૂટ ઓવરબ્રિજ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ પર ફરીથી બનાવવામાં આવ્યો છે. આ નવા ફૂટ ઓવર બ્રિજ સાથે, ચર્ચગેટ અને દહાણુ રોડ વચ્ચે નાણાકીય વર્ષ 2022-23માં કુલ 11 ફૂટ ઓવરબ્રિજ કાર્યરત કરવામાં આવ્યા છે, આ સાથે જ ફૂટ ઓવર બ્રિજની કુલ સંખ્યા વધીને 144 થઈ ગઈ છે.