News Continuous Bureau | Mumbai
મુસાફરો(Commuters)ની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે(Western railway) દ્વારા વિવિધ માળખાકીય અપ-ગ્રેડેશન(Upgradation) કામ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત મુસાફરોની સુવિધા અને સલામતી માટે સાંતાક્રુઝ સ્ટેશન (Santa cruz station)પર તાજેતરમાં એક નવો આઉટ-ટુ-આઉટ ફૂટ ઓવરબ્રિજ (FOB) ખુલ્લો મુકવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે(Sumit thakur) બહાર પાડેલી અખબારી યાદી મુજબ, આ નવો ફૂટ ઓવરબ્રિજ લગભગ 85 મીટર લાંબો છે. તે પૂર્વ અને પશ્ચિમ બાજુએ સ્કાયવોક સાથે પણ જોડાયેલ છે. આ નવો FOB સાંતાક્રુઝ સ્ટેશન(Santa cruz station)ના પ્લેટફોર્મ પર રેલ મુસાફરોની અવરજવરને સરળ બનાવશે અને મુસાફરોની સુરક્ષામાં પણ વધારો કરશે.
આ સમાચાર પણ વાંચો : શોકિંગ!! મધરાતે ઔરંગાબાદથી મુંબઈ આવતી એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટ, ચાકુની ધાકે લૂંટી લેવાયા પ્રવાસીઓ… જાણો વિગતે
રેલવેના દાવા મુજબ ફૂટ ઓવર બ્રિજને કારણે ટ્રેસ પાસિંગ એટલે કે પાટા ક્રોસ કરવાનું જોખમ ઘટી જશે. પ્રવાસીઓને પૂર્વ અને પશ્ર્ચિમની દિશામાં જવા આ ફૂટ ઓવરબ્રિજ સુવિધા પૂરી પાડશે