News Continuous Bureau | Mumbai
ગુડી પડવાના શુભ મુર્હુત થી શરૂ થયેલી મુંબઈગરાની સેવામાં જોડાયેલી બે મેટ્રો રેલમાં તમે તમારી બાય સાયકલ સાથે પણ પ્રવાસ કરી શકો છો. એમએમઆરડીએ દ્વારા મેટ્રો ટ્રેનમાં સાયકલ રાખવા અલાયદી જગ્યા રાખવામાં આવી છે.
શનિવારથી મેટ્રો-2એ દહિસરથી દહાણુકરવાડી સુધી અને મેટ્રો સાતની રેલ ગોરેગામના આરે કોલોનીથી દહિસર(ઈસ્ટ)વચ્ચે હાલ ચાલુ કરવામાં આવી છે. પ્રવાસીઓ તરફથી બંને મેટ્રો રૂટ પર ટ્રેનને ભરપૂર પ્રતિસાદ મળ્યો છે. બંને રૂટ પર મેટ્રોની ટ્રેક પેક હોય છે. ખાસ કરીને સવાર-સાંજના પીક અવર્સમા મેટ્રોમાં મોટી સંખ્યામાં લોકો પ્રવાસ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : હાશકારો.. ઓક્યુપન્સી સર્ટિફિકેટ વગરની ઈમારતોના રહેવાસીઓને BMCએ આપી આ રાહત; જાણો વિગતે
New Mumbai metro has bicycle racks, well done @MMRDAOfficial pic.twitter.com/IjbhDOw7A4
— PowerTrain (@PowerTrain_YT) April 3, 2022
વધુને વધુ લોકો મેટ્રોમાં પ્રવાસ કરે અને રસ્તા પરનો ટ્રાફિક ઘટે તેમ જ પ્રદૂષણ પણ નિયંત્રણમાં રાખવા માટે એમએમઆરડીએ પ્રયાસ કરી છે. સામાન્ય વર્ગ પર મેટ્રોમાં પ્રવાસ કરી શકે તે માટે તેના ભાડા તો ઓછા રાખવામાં આવ્યા છે પણ એ સાથે એમએમઆરડીએ મુંબઈગરાને સાયકલ સાથે પણ પ્રવાસ કરવાની છૂટ આપી હોવાનું કહેવાય છે.
એમએમઆરડીએ દ્વારા તે માટે ખાસ મેટ્રોમાં સાયકલ રાખવા માટે અલાયદી જગ્યા રાખવામાં આવી છે. મેટ્રોના કોચમાં દરવાજા નજીક સાયકલ રાખવા માટે ખાસ જગ્યા રાખીને તેના પર સાયકલનું સિમ્બોલ પણ રાખવામાં આવ્યું છે, જેથી કરીને લોકો ત્યાં પોતાની સાયકલ રાખી શકે.