ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 15 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
મુંબઈમાં ડિસેમ્બર 2021માં કોરોનાની ત્રીજી લહેર આવી હતી. આ લહેરની પાર્શ્વભૂમિ પર પાલિકાએ નેક્સ્ટ જનરેશન જીનોમ સિક્વેન્સિંગના ટેસ્ટ કર્યા હતા. ટેસ્ટના નવમાં રાઉન્ડમાં મુંબઈમાં 95 ટકા કેસ ઓમીક્રોનના હોવાનું જણાયું છે.
આ અગાઉ જીનોમ સિક્વેન્સિંગના સાતમા રાઉન્ડના અભ્યાસમાં ઓમીક્રોનના 55 ટકા, આઠમા રાઉન્ડમાં 89 ટકા કેસ ઓમીક્રોનના હોવાનું જણાયું હતું. ટેસ્ટ કરવામાં આવેલા 190માંથી 23 દર્દીના મોત થયા હતા, તેમાં 15 લોકોએ વેક્સિન લીધી નહોતી. મૃતકોમાં 23માંથી 21 લોકો 60 વર્ષની ઉપરના અને અન્ય બીમારી ધરાવતા લોકો છે.
છેલ્લા બે વર્ષથી કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી કોરોનાની ત્રણ લહેર આવી ગઈ છે. આ લહેરને નિયંત્રણમાં લાવવામાં પાલિકાને સફળતા મળી છે. કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાનો નવો વેરિયન્ટ રહેલા ઓમીક્રોનના દર્દીમાં વધારો થયો હતો.
મુંબઈ કયા પ્રકારના વેરિયન્ટના દર્દી નોંધાઈ રહ્યા છે અને વિષાણુ નો ફેલાવો કેટલો થયો છે તેની માહિતી મેળવવા માટે પાલિકા તરફથી વખતો વખત નેક્સટ જનરેશન જિનોમ સિક્વેન્સિંગના ટેસ્ટ કરવામાં આવે છે.
મુંબઈમાં ચૂંટણીના છ મહિના પહેલા વોર્ડની ફેરરચના ગેરકાયદે? હાઈ કોર્ટમાં આ પક્ષોએ કરી અરજી; જાણો વિગત
પાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા નવમાં નેક્સટ જનરેશન જિનોમ સિક્વેન્સિંગમાં 282 નમુનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 190 નમુના પાલિકા વિસ્તારના હતા. તો બાકીના નમુના મુંબઈની હદ બહારના હતા.
પાલિકા ક્ષેત્રના 190 નમુનામાંથી 94.74 ટકા એટલે કે 180 નમુનામાં ઓમીક્રોનનો વેરિયન્ટ હોવાનું જણાયું હતું 1.58 ટકા એટલે કે 3 નમુના ડેલ્ટા ડેરિવેટિવ વેરીયન્ટના અને 0.53 ટરા એટલે કે એક દર્દી ડેલ્ટા તો 3.16 ટકા એટલે કે છ દર્દી અન્ય વેરિયન્ટના હોવાનું જણાયું હતું.