ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
અત્યાર સુધી MBA અને નોકરી બન્ને એકસાથે કરવું મુશ્કેલ પડતું હતું. હવે નોકરી કરતાં કરતાં પણ MBA કરી શકાશે. મુંબઈ યુનિવર્સિટીના ડિસ્ટન્સ ઍન્ડ ઓપન લર્નિંગ સ્ટેશન સેન્ટર (આઇડૉલ)માં 20 નવા અભ્યાસક્રમો શરૂ થશે. એમાં માસ્ટર ઇન બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન (MBA), માસ્ટર ઇન મૅનેજમેન્ટ સ્ટડીઝ (MMS), બીકોમ વિથ ઍકાઉન્ટ ઍન્ડ ફાઇનાન્સ (BAF) અને MA ઇન જ્યોગ્રોફી કોર્સનો સમાવેશ થાય છે.
હાક થૂં…. !!! લોકોની થૂંક સાફ કરવા પાછળ 12000 કરોડ રૂપિયાનો ખર્ચ. ભારતીય રેલવેની વિસામણ. જાણો વિગત…
વર્ષ 2005થી આઇડૉલમાં કોઈ પણ નવા કોર્સ શરૂ કરાયા ન હતા. MBA જેવા કોર્સ શરૂ કરવાની આવશ્યકતા હતી. કેટલાંક કારણોથી નોકરી કરનારા વિદ્યાર્થીઓ સમયના અભાવે આગળનું શિક્ષણ લઈ શકતા ન હતા. તેમની સુવિધા માટે આ અભ્યાસક્રમ જરૂરી હતા. યુવા સેનાએ તેમના માટે પહેલ કરી હતી.
પહેલી જૂનથી આ 20 અભ્યાસક્રમો શરૂ થશે. એવી માહિતી યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. સુહાસ પેડણેકરે અને પ્રભારી કુલગુરુ રવીન્દ્ર કુલકર્ણીએ આપી હતી.