ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. કોરાનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સાર્વજનિક સ્થળ પર થર્ટી ફર્સ્ટ ઊજવણી પર મુંબઈમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ જ મુંબઈગરાએ કોરોનાને લગતા નિયમોનું ગંભીરતા પૂર્વક પાલન નહીં કર્યું તો આગામી સમયમાં ફરી પાછા નિયંત્રણો લાદવાની ફરજ પડશે એવું બુધવારે મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું.
થર્ટી ફર્સ્ટને બે દિવસ બાકી રહ્યા છે ત્યારે લોકોએ મોટા પાયા પર તેની ઊજવણીની તૈયારી કરી રાખી છે. જોકે ચિંતાજનક રીતે કોરોના કેસમાં છેલ્લા સાત દિવસમાં સાત ગણો વધારો થયો છે. તેથી સાર્વજનિક સ્થળ પર પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાનું આદિત્ય ઠાકરે કહ્યું હતું. તેમ જ સાર્વજનિક સ્થળે પાંચ કરતા વધુ નાગરિકોને એક સાથે ભેગા થવા પર પણ પ્રતિબંધ રહેશે.
બેસ્ટની ‘ચલો ઍપ’ થી બસમાં મહિલાઓનો પ્રવાસ વધુ સુરક્ષિત થઈ જશે. જાણો કેમ?
કોરોના કેસ સૌથી વધુ હાલ બિલ્ડિંગમાં નોંધાઈ રહ્યા છે. તેથી જો કોઈ બિલ્ડિંગમાં 10 કરતા વધુ કેસ નોંધાયા તો તે પૂરી બિલ્ડિંગને 15 દિવસ માટે સીલ કરી નાખવામાં આવશે એવી સ્પષ્ટતા પણ આદિત્ય ઠાકરેએ કરી હતી.