ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓક્ટોબર 2020
બોરીવલી નેશનલ પાર્કમાં જતા પ્રવાસીઓના ખાનગી વાહનોના પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવશે. તેના બદલે બેટરીથી ચાલતી 16 બસો દોડાવવામાં આવશે. જે પાર્કની અંદર લોકોને છેક કાન્હેરી ગુફાઓ સુધી લઈ જશે. આ સાથે જ પાર્કના પ્રવેશદ્વાર પાસે 300 કારોની ક્ષમતાવાળા પાર્કિંગનું નિર્માણ ચાલી રહ્યું છે.
લોકડાઉન પહેલાં, કાન્હેરી ગુફાઓ તરફ જતા ખાનગી વાહનોને કારણે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ખાસ કરીને વીકએન્ડમાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હતો. સરેરાશ, પાર્કમાં દૈનિક 100 ખાનગી વાહનો આવે છે. સત્તાવાર અંદાજ મુજબ, એસજીએનપીમાં દર વર્ષે 12 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે અને વાર્ષિક પ્રવેશ ચાર્જ રૂપે આશરે 50-70 લાખ રૂપિયાની કમાણી કરે છે.
એસજીએનપી 15 ઓક્ટોબરથી રજિસ્ટર્ડ મોર્નિંગ વોકર્સ માટે પાર્ક ફરીથી ખોલવાની યોજના ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વોકર્સને સવારે 5:30 વાગ્યાથી સવારે 7.30 વાગ્યા સુધીમાં જંગલની અંદર એક સીમા સુધી મંજૂરી આપવામાં આવશે.
જંગલની જમીન પર થતાં અતિક્રમણને કાબૂમાં કરવા માટે, પાર્ક અને તેની આસપાસ અને આજુબાજુના તમામ જંગલવાળા વિસ્તારોની સેટેલાઇટ છબીઓનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. અગાઉના દસ્તાવેજો અનુસાર, પાર્કની અંદર 25,000 થી વધુ માળખાં સાથે, કુલ 28,951 ગેરકાયદેસર બાંધકામો અંદર અને એસજીએનપીની પરિઘની આસપાસ બાંધવામાં આવ્યા છે. આવતી કાલે જો કોઈ દાવો કરે તો સેટેલાઇટ છબીઓના રૂપમાં ડેટા હોય તો અમે તેને ચકાસી શકિયે. એમ પાર્કના અધીકારીએ કહ્યું હતું. સાથે જ રાજ્યના વન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર વન વિસ્તારો સાથે જોડાણ વધારવા માટે તેના આગળના કર્મચારીઓ માટે વાયરલેસ કમ્યુનિકેશન પ્રોજેક્ટની પણ દરખાસ્ત કરી છે. જેથી માનવ અતિક્રમણ અટકાવી શકાય..
Join Our WhatsApp Community
