ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
કેબિનેટે છોકરીઓની લગ્નની ઉંમર ૧૮થી બદલીને ૨૧ વર્ષ કરવાની મંજૂરી આપી દીધી છે, તેની પાછળ ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીનો પણ બહુ મોટો હાથ છે. ૨૦૧૭-૧૮થી લોકસભામાં બાળ લગ્ન કાયદામાં સુધારો કરવા માટે સાંસદ ગોપાલ શેટ્ટી બિલ લાવ્યા હતા. વર્ષો બાદ કેબિનેટે લગ્ન માટેની છોકરીઓની ઉંમરને લગતો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. લગ્ની ઉંમર વધારવા માટે બાળ લગ્ન કાયદામાં સુધારો કરવામાં આવશે. બાળ લગ્ન કાયદામાં સુધારો કરવા માટેનું બિલ લોકસભાના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવવાનું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ ના મહિલાઓને કુપોષણથી મુક્ત કરવા માટે છોકરીઓની લગ્નની ઉંમર ૧૮ થી બદલીને ૨૧ ની કરવી જોઈએ એવી જાહેરાત કરી હતી. જોકે તે પહેલા જ એટલે કે ૨૯ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીએ આ અંગેનું બિલ રજૂ કરવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ૨૩ જાન્યુઆરી, ૨૦૧૮ ના ગોપાલ શેટ્ટીએ લોકસભામાં માગણી કરી હતી કે બાળ લગ્ન અધિનિયમ ૧૯૫૪માં સુધારો કરવામાં આવે.
સાંસદ ગોપાલ શેટ્ટીના લોકસભામાં બિલ નંબર ૧૮- ૨૦૧૮માં કહેવામાં આવ્યું હતું કે ૧૯૫૪નાં લગ્ન અધિનિયમની કલમ ૪, ક – એવી રીતે લાગુ થવી જોઈએ કે આંતરજ્ઞાતિય લગ્ન સમયે છોકરીઓને માતા-પિતા બંનેની સંમતિ આપવામાં આવે. આ સિવાય છોકરીઓના લગ્ન સમયે ૧૮ વર્ષની બદલે ૨૧ વર્ષની ગણવી જોઈએ.
મધ્ય રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર, આગામી રવિવારે આ સ્ટેશન વચ્ચે રહેશે 18 કલાકનો મેગાબ્લોક
ગોલાલ શેટ્ટી સામાજીક કાર્યકર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોઈ ૩૫ વર્ષનો અનુભવ હોવાથી તેમણે ઘણી સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓને નજીકથી અનુભવી છે. તેથી તેમણે લગ્ન કાયદામાં સુધારા સમયે ઉલ્લેખ કર્યો હતો કે આપણા દેશમાં પરંપરાગત મૂલ્યો, રીત-રિવાજો અને આંતરજ્ઞાતિય લગ્નો દિવસેને દિવસે વધી રહ્યા છે. ૧૮ થી ૨૧ વર્ષની વયની યુવા પેઢી માટે આ માનસિક, ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસનો સમય હોય છે. આ સમયે ૧૮ વર્ષના લગ્ન કાયદાનો દુરુપયોગ કરીને છોકરીઓને ગેરમાર્ગે દોરવાની આશંકા છે. તેથી છોકરીઓ માટે પણ ૨૧ વર્ષની ઉંમરે લગ્ન કરવા કાયદેસર કરવાની આવશ્યકતા છે, જેમ છોકરાઓ માટે ૨૧ વર્ષની ઉંમર લગ્ન માટે કાયદેસર ગણાય છે.