Site icon

મુંબઈના NCBના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને કાસ્ટ વેરિફિકેશન કમિટીએ આપી આ રાહત- જાતિને લઈને તેમની સામે થઈ હતી ફરિયાદ

CBI registers corruption case against Sameer Wankhede, the Aryan Khan case officer

કિંગ ખાનના પુત્ર વિરૂદ્ધ કાર્યવાહી કરનાર અધિકારી સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, કેન્દ્રીય તપાસ એજન્સીએ આ મામલે દાખલ કર્યો કેસ, ઘરની તલાશી પણ લીધી

News Continuous Bureau | Mumbai

નાર્કોટિક્સ કંટ્રોલ સેલના(Narcotics Control Cell) ભૂતપૂર્વ ડિવિઝનલ ડિરેક્ટર(Former Divisional Director) સમીર વાનખેડેને(Sameer Wankhede) જાતિ પ્રમાણપત્ર(Caste Certificate) ચકાસણી સમિતિ (કાસ્ટ વેરિફિકેશન કમિટી)(Cast Verification Committee) દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. સમીર વાનખેડે અને તેના પિતાએ ઈસ્લામ(Islam) અંગીકાર કર્યો હોવાનો કોઈ પુરાવો નથી. તેથી જાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિએ તેમનું હિન્દૂ મહાર જાતિનું(Hindu Mahar caste) પ્રમાણપત્ર માન્ય હોવાનો ચુકાદો આપ્યો છે.

Join Our WhatsApp Community

જ્યારે સમીર વાનખેડે NCB અધિકારી હતા, ત્યારે તેમણે અભિનેતા શાહરૂખ ખાનના(Shah Rukh Khan) પુત્ર આર્યન ખાનની(Aryan Khan) ડ્રગ્સના કેસમાં(Drugs case) ધરપકડ કરી હતી. જે બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) નેતા નવાબ મલિકે(Nawab Malik) સમીર વાનખેડે દ્વારા કરાયેલી કાર્યવાહી બોગસ હોવાનો આક્ષેપ કર્યો હતો. મલિકે વાનખેડે વિરુદ્ધ અનેક આરોપો કર્યા હતા અને તેમની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમાં મલિકે એવા પણ આરોપ લગાવ્યો હતો કે વાનખેડેએ બોગસ જાતિ પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવી હતી.

આ સમાચાર પણ વાંચો : વીકએન્ડની રજાએ કર્યા બેહાલ- મુંબઈ-પુણે હાઈવે પર ટ્રાફિક જામ- લાગી વાહનોની લાંબી કતાર- જુઓ ફોટોગ્રાફ્સ 

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે પર સતત આરોપ લગાવ્યા હતા. સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ છે અને સરકારી નોકરી મેળવવા માટે તેણે અનુસૂચિત જાતિ કેટેગરીમાં(scheduled caste category) હોવાનો દાવો કર્યો હતો અને નોકરી મેળવી હતી. મલિકે આરોપ લગાવ્યો હતો કે વાનખેડેએ નકલી જાતિ પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી હતી. સમીર વાનખેડે અને તેના પિતાએ આ આરોપોને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે તેઓ મુસ્લિમ નથી પરંતુ અનુસૂચિત જાતિના છે. આ આરોપમાં ભીમ આર્મી અને સ્વાભિમાની રિપબ્લિકન પાર્ટી વિવાદમાં કૂદી પડ્યા. આ બંને સંસ્થાઓએ વાનખેડે વિરુદ્ધ મુંબઈ શહેર જિલ્લા જાતિ ચકાસણી સમિતિમાં ફરિયાદ નોંધાવી હતી.
 

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ
Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Exit mobile version