ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાએ ઓફલાઈન પાસ મેળવવાની પદ્ધતિ જાહેર કરી છે. પરંતુ એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે આવનાર થોડા દિવસની અંદર એક ઓનલાઇન એપ્લીકેશન લોન્ચ કરવામાં આવશે. આ એપ્લિકેશનના માધ્યમથી લોકો પોતાનું ઓનલાઇન વેલીડેશન કરી શકશે. તેમજ આ વેલીડેશન પછી તેમને પાસ મળશે.
જોકે આ એપ્લિકેશન કઈ હશે અને ક્યારે લોન્ચ થશે તે સંદર્ભે હજી કોઈ તારીખ બહાર પાડવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે મુંબઈ મહાનગરપાલિકા આગામી એક કે બે દિવસની અંદર આ એપ્લિકેશન કાર્યરત કરશે.
આ સંદર્ભે અત્યાર સુધી લખાણમાં કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.
