News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ગુનાખોરીને(Criminals) ડામવા માટે ગેરકાયદે રીતે શસ્ત્રો(illegal Weapons) રાખનારા સામે આકરા પગલા લેવાનો મુંબઈ પોલીસ કમિશનરે(Mumbai Police Commissioner) આપેલા આદેશ મુજબ ક્રાઈમ બ્રાન્ચની યુનિટ(Crime Branch Unit )-11 એ ઉલ્લેખનીય કામગીરી બજાવી હતી. બજારમાં ગેરકાયદે રીતે હથિયાર વેચવામાં આવ્યા હોવાની મળેલી ટીપને આધારે ગોરેગામ(વેસ્ટ)થી દેશી બનાવટના 3 કટ્ટા અને 9 જીવંત કારતુસ ગેરકાયદે રીતે રાખનારા 20 વર્ષના યુવકને પકડી પાડવામાં સફળતા મળી હતી. આ બનાવ ચાર જૂનના રોજ નોંધાયો હતો.
ગોરેગામ(વેસ્ટ)માં લિંક રોડ, ભગતસિંહ નગર એકમાં ક્રાંતિ ચાલમાં સાગર વેલફેર સોસાયટીમાં રહેતા એક યુવક પાસે ગેરકાયદે શસ્ત્ર છે અને યુવક તેને વેચવાની ફિરાકમાં હોવાની ટીપ કાંદિવલી(વેસ્ટ)ની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની યુનિટ 11ના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ પાટીલને(Vishal Patil) મળી હતી. તેઓએ પોતાના વરિષ્ઠ અધિકારીને જાણ કરીને પોલીસ ઈન્સ્પેકટર માનસિંહ પાટીલના(Mansingh Patil) માર્ગદર્શન હેઠળ યુનિટ 11ની ટીમ સાથે તે જગ્યાએ પહોંચી ગયા હતા. તેઓએ ઘરની તલાશી લીધી હતી. એ દરમિયાન યુવક પોતાની સેગ બેગમાં(Seg bag) કુલ 3 દેશી બનાવટના કટ્ટા અને 9 જીવંત કારતુસ છુપાવ્યા હોવાનું મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તેની પાસે હથિયાર રાખવાનું લાયસન્સ ન હોવાનું કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : સસ્પેન્ડેડ નેતા નુપૂર શર્માની મુશ્કેલીમાં વધારો- વિવાદિત ધાર્મિક ટિપ્પણી મામલે મુંબઈ પોલીસે પાઠવ્યું સમન્સ- આ તારીખ પહેલા હાજર થવાનો આદેશ
તેથી પોલીસે તેની સામે ગેરકાયદે રીતે હથિયાર અને દારૂગોળો રાખવાનો ગુનો નોંધ્યો હતો અને તેની પાસેથી મળી આવેલા હથિયાર જપ્ત કર્યા હતા આગળની કાર્યવાહી કરવા માટે તેને બાંગુરનગર પોલીસ સ્ટેશનમાં(Bangurnagar Police Station લઈ જવામાં આવ્યો હતો. એ દરમિયાન તે હથિયાર મુંબઈમાં વેચવાનો હોવાનું કહ્યું હતું પોલીસે જપ્ત કરેલા હથિયાર અને કારતુસની કિંમત લગભગ 75,000 રૂપિયાની આસપાસ છે.
પકડાયેલા આરોપી સામે ઓશિવરા પોલીસ સ્ટેશન, બાંગુર નગરમાં અનેક ગુના નોંધાયા હોવાનું જણાયું હતું
પોલીસની આ ઉલ્લેખનીય કામગીરીમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર(ક્રાઈમ), ડેપ્યુટી પોલીસ કમિશનર( ક્રાઈમ) (1) આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ-નોર્થ ઝોન) પ્રભારી પોલીસ ઇન્સ્પેકટર યુનિયન 11ના વિનાયક ચવ્હાણના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર માનસિંહ પાટીલ, આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ પાટીલ, મહિલા સહાયક પોલીસ ઇન્સ્પેકટર પુનમ યાદવ, પોલીસ સબ ઇન્સ્પેકટર સુશીલ સાવંત અને અમલદાર દિપક કાંબળે, પોલીસ હવાલદાર ચંદ્રસેન ગાયકવાડ, પોલીસ નાયબ જયેશ કેણી, પોલીસ નાયબ વિક્રાંક ખાંડેકર, મહિલા પોલીસ સિપાઈ જયશ્રી ગોસાવીએ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : તો શું આ વર્ષે પણ ચોમાસામાં પાણી પુરવઠો ખંડિત થશે-ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં પાણી ભરાવાનો BMCને લાગે છે ડર- જાણો વિગતે