ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
કોરોના કાળમાં અનેક ઘરે ખાટલા બંધાયા હતા. આ અઘરા સમયમાં તે લોકોની સમસ્યા વધી ગઈ હતી જેઓ પહેલેથી બીમાર હતા. બીજી તરફ જે વ્યક્તિઓ બીમાર નહોતા તેઓની જવાબદારી વધી ગઈ હતી. જોકે અનેક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું કે નર્સિંગ એટલે કે વૈદકીય ચિકિત્સા સંદર્ભેની વિશેષ જાણકારી ન હોવાને કારણે લોકોની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ કોરોના ને કારણે હોસ્પિટલોમાં બેડ ખાલી નહોતા તો બીજી તરફ લોકોને સુશ્રુષા શી રીતે કરવી તે સંદર્ભે માહિતી નહોતી.
આવી પરિસ્થિતિ બીજીવાર સર્જાય તો તેનો મુકાબલો શી રીતે કરવો તે સંદર્ભે લોકોને માહિતગાર કરવા માટે અને વૈદકીય પરિચારિકા ની ટ્રેનિંગ આપવા માટે બોરીવલીમાં મહિલાઓ માટે જનરલ ડયૂટી આસિસ્ટન્ટ- નર્સિંગ કોર્સ ના પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રશિક્ષણ શિબિરમાં વૈદકીય કર્મચારીઓ તરફથી ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત સહભાગી થનાર દરેક મહિલાને કોર્સ પૂરો થયા પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
આ કોર્સ માટે ઇચ્છુક મહિલાઓએ આધારકાર્ડ પેનકાર્ડ તેમ જ એક પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ પ્લોટ નંબર ૭૯, ઓફિસ ક્રમાંક ૨, આપલા વિશ્વાસ ઓફિસ, શિવસાગર બિલ્ડીંગ, પ્રગતિ સ્કૂલ પાસે ગોરાઇ 2, બોરીવલી પશ્ચિમ અહીં આપવાનું રહેશે. આ ઉપરાંત ટેલિફોન ના માધ્યમથી પણ કોર્સ સંદર્ભે માહિતી મેળવી શકાશે. મોબાઈલ નંબર છે – ૯૦૮૨૯૮૪૨૪૪, ૮૮૭૯૯૯૭૦૦૮. હાલ પ્રશિક્ષણ ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચેના વયની છોકરીઓને આપવામાં આવશે. પ્રથમ વર્ગમાં કુલ 25 છોકરીઓને પ્રશિક્ષણ આપવામાં આ કોર્સ કુલ ત્રણ મહિનાનું હશે અને એક સપ્તાહમાંઆ કોર્સ કુલ ત્રણ મહિનાનું હશે અને એક સપ્તાહમાં ત્રણ દિવસ પ્રશિક્ષણ આપવામાં આવશે જેની સમય અવધિ બે કલાકની હશે. આ સંદર્ભે વધુ જણાવતા આયોજક શિવાનંદ શેટ્ટીએ જણાવ્યું કે મુંબઈ સિવાય અન્ય ભાગોમાં આ પ્રકારના કોર્સ ચાલે છે. જોકે મુંબઇ શહેરમાં કોરોના ને કારણે જે પરિસ્થિતિ પેદા થઇ તેને કારણે અનેક લોકો વિસામણમાં મુકાઈ ગયા હતા. અમને અપેક્ષા છે કે આ કોર્સ ને કારણે અનેક છોકરીઓ પોતાના જીવનનું ધડતર કરી શકશે. કોર્સ સંદર્ભે વધુ જણાવતા ભારતીય ભ્રષ્ટાચાર નિવારણ સંસ્થા ની મહિલા અધ્યક્ષા પ્રતિભા વર્માએ જણાવ્યું કે આ કોર્સ દરમિયાન પ્રશિક્ષણ લઇ રહેલી વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં શુશ્રુષા માટે મોકલવામાં આવશે. જે વિદ્યાર્થીનીઓ મેરીટ લિસ્ટ માં આવશે તેને અલગ-અલગ નર્સિંગ હોમ તેમજ હોસ્પિટલમાં રિફર પણ કરવામાં આવશે.