News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai AC local)માં પડી રહેલી કાળઝાળ ગરમીની અસર હેઠળ એસી લોકલમાં પ્રવાસ કરનારાઓની (commuters) સંખ્યા વધી ગઈ છે. એસી લોકલના ભાડા ઘટવા(AC local fare drop)ના પહેલા જ દિવસે વેસ્ટર્ન રેલવે(Western Railway)ની એસી લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે સેન્ટ્રલ રેલવે(Central Railway)માં પહેલા દિવસે થોડો મોળો પ્રતિસાદ મળ્યો હતો.
રેલવે દ્વારા ગુરુવાર 5 મે, 2022થી એસી લોકલની(Train ticket) ટિકિટના ભાવમાં 50 ટકાનો ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, તેને કારણે મોટી સંખ્યામાં મુંબઈગરા એસી લોકલ તરફ વળ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : BMCનો પચકો, સતત બીજા દિવસે સાંસદ નવનીત રાણાના ઘરેથી ખાલી હાથે ફરી; જાણો વિગતે.
ખાસ કરીને વેસ્ટર્ન રેલવેમાં(Western railway) પહેલા જ દિવસે મોટી સંખ્યામાં લોકોએ એસી ટ્રેનનો પ્રવાસ કર્યો હતો. અગાઉ બોરીવલીથી એસી લોકલની ટિકિટ 150 રૂપિયા હતી, તે હવે 70 રૂપિયા થઈ ગઈ છે. 50 ટકાથી વધુ ઘટાડો ટિકિટના ભાવમાં થતા ગરમીથી રાહત મેળવવા લોકો એસી ટ્રેન તરફ વળ્યા છે. જોકે સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા કહેવા મુજબ પહેલા દિવસે થોડો મોળો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ ધીમે ધીમે લોકો એસી લોકલ તરફ વળશે.