Site icon

મહાવિકાસ આઘાડીમાં બિઘાડીઃ BMCમાં શિવસેનાનું અધધ કરોડ રૂપિયાનું TDR કૌભાંડ, કોંગ્રેસનો આરોપ… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહાવિકાસ આઘાડી સરકારમાં(Mahavikas Aghadi Government) સાથીપક્ષ રહેલી કોંગ્રેસ(Congress) તેમની સતત થઈ રહેલી અવગણનાથી મુંબઈ મહાનગરપાલિકાની(BMC) આગામી ચૂંટણી(Elections) સ્વતંત્ર લડે એવી શક્યતા જણાઈ રહી છે. તેથી તેણે મુંબઈ મહાનગરપાલિકાના જુદા જુદા મુદ્દાઓ પર શિવસેનાને(Shivsena) આડે હાથ લેવાનું ચાલુ કરી દીધું છે, જે હેઠળ કોંગ્રેસે શિવસેનાની આગેવાની હેઠળની BMC દ્વારા પ્રોજેક્ટ અફેક્ટ પીપલ (PAP) માટેના ઘરોના બાંધકામમાં(Construction) કરોડો રૂપિયાનું કૌભાંડ(Corruption) આચરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો આરોપ કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

કોંગ્રેસના દાવા મુજબ શિવસેનાએ પાલિકાના માધ્યમથી જુદા જુદા ડેવલપરોને ટ્રાન્સફર ઑફ ડેવલપમેન્ટ રાઈટ્સ (TDR) અને હાઉસિંગ એકમોના બાંધકામ માટે પ્રીમિયમ ફાળવીને ગયા વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી 2022માં વિવિધ વિકાસકર્તાઓને અનુચિત લાભો આપ્યા છે.

આ સમાચાર પણ વાંચો : સીસીટીવી ફુટેજની મદદથી વિરાર રેલવે સ્ટેશન પર પ્રવાસીને લૂંટનારા બે આરોપીઓ ઝડપાયા, બે હજી લાપત્તા.. જાણો વિગતે

કોંગ્રેસે ગુરુવારે જણાવ્યું હતું કે ચાંદીવલી, મુલુંડ, ભાંડુપ અને પરેલમાં પ્રોજેક્ટ પ્રભાવિત લોકો માટે 14,000 પ્રોજેક્ટ અસરગ્રસ્ત લોકોના ઘરના બાંધકામમાં રૂ. 9,380 કરોડનું કૌભાંડ થયું છે.

ગુરુવારે, ભૂતપૂર્વ વિપક્ષી નેતા રવિ રાજાએ(Ravi Raja) એક પ્રેસ કોન્ફરન્સ(Press conference) યોજી હતી અને કહ્યું હતું કે તેમણે લોકાયુક્ત(Lokayukta), મ્યુનિસિપલ કમિશનર(Municipal Commissioner) આઈ.એસ. ચહલ(IS chahal) અને સેન્ટ્રલ વિજિલન્સ કમિટી (CVC) સમક્ષ વિગતવાર તપાસની માંગણી કરી હતી.

“પ્રોજેક્ટ માટે ફાઇનલ કરાયેલા ડેવલપર્સને રૂ. 5,602 કરોડની ક્રેડિટ નોટ્સ મળશે. BMC તેમને ભારે પ્રીમિયમ, બાંધકામ TDR અને જમીન TDR અને જમીનની કિંમત આપી રહી છે. પ્રોજેક્ટમાં મોટા પાયે ગેરરીતિઓ છે. શાસક પક્ષની(ruling party) સુધારણા સમિતિ દ્વારા દરખાસ્તો પસાર કરવામાં આવી હતી. અમને ગણતરી કરવામાં બે મહિના લાગ્યા તેથી અમે હવે ફરિયાદ નોંધાવી છે,” એવું રવિ રાજાએ પત્રકારોને કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : ક્યાં બાત હેં!!!બોરીવલીમાં દીવાલો પર BMCએ ઊભા કરી દીધા મુંબઈના ટુરીસ્ટ સ્પોટ. જુઓ ફોટો….   જાણો વિગતે
 

Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Girgaon loot case: ગિરગાંવ આંગળીયા લૂંટ કેસનો આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો, ₹4.88 લાખ રોકડ જપ્ત
Andheri suicide case: અંધેરીમાં ૩૪ વર્ષીય યુવકે કર્યો આપઘાત
Exit mobile version