ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દિવસેને કોરોનાનો દર્દીનો આંકડો રેકોર્ડ તોડી રહ્યો છે. મુંબઈમાં ૨૦,૦૦૦ની ઉપર કોરોનાના કેસ ગયા તો લોકડાઉનનો વિચાર કરાશે એમ મુંબઈના મેયર કિશોરી પેડણેકર અને પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ કહી ચૂક્યા હતા. તેથી ગુરુવાર અને શુક્રવાર સતત બે દિવસ કોરોનાના કેસ ૨૦,૦૦૦ની ઉપર નોંધાતા લોકડાઉન પાક્કું એવું જણાતું હતું. પરંતુ પાલિકા કમિશનરે હાલ મુંબઈમાં લોકડાઉનની જરૂરિયાત ન હોવાનું કહ્યું છે.
ઓક્સિજનની ડિમાન્ડ અને હોસ્પિટલમાં બેડ ઓક્યુપેન્સીનના આધારે મુંબઈમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાશે એવી મહત્વનું વિધાન મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે કર્યું છે. કોરોનાના દર્દીની સંખ્યા વધી રહી છે, પરંતુ હજી પણ મુંબઈની હોસ્પિટલોમાં ૮૩ ટકા બેડ્સ ખાલી છે. તેમ જ હાલ ફકત ૨,૩૮૫ દર્દી (૧૦ ટકા) જ ઑક્સિજન પર છે. તેથી હાલ પૂરતું મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો થયો હોવા છતાં લોકડાઉન લાદવામાં આવશ્યકતા જણાતી નથી. જો હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં સારવાર માટે દાખલ થવા જેવી ગંભીર કટોકટી સર્જાઈ કે પછી ઑક્સિજન પર રહેનારા દર્દીની સંખ્યા વધી ગઈ તો નાછૂટકે મુંબઈમાં લોકડાઉનનો નિર્ણય લેવાશે.
કોરોના, ઓમીક્રોનના આતંક વચ્ચે મુંબઈગરા માટે આગામી આટલા દિવસ બહુ મહત્વ, BMC કમિશનરે કહી દીધી આ મોટી વાત; જાણો વિગત
મુંબઈની જુદી જુદી 186 પાલિકા સંચાલિત અને ખાનગી હૉસ્પિટલમાં ૩૫ હજાર બેડ્સ ખાલી છે. સક્રિય દર્દીની સંખ્યા એક લાખ છે, પરંતુ હોસ્પિટલમાં હાલ માત્ર ૧૭ ટકા દર્દી જ દાખલ થયા છે.